AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચેતવણી... મકાઈમાં કાતરા કરી શકે છે ભારે નુકશાન, જાણો નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચેતવણી... મકાઈમાં કાતરા કરી શકે છે ભારે નુકશાન, જાણો નિયંત્રણ !
📢 શરીર ઉપર અસંખ્ય વાળ ધરાવતા કાતરા શરુઆતમાં શેઢા-પાળા ઉપર ઉગેલ નિંદામણ ખાય છે અને મકાઇ જેવી ઉગીને બહાર આવે કે તરત જે તેમના ઉપર સ્થળાત્તિર થઈ આખા ખેતરનો ભૂક્કો બોલાવી દે છે. શું કરશો? ➡ વાવતા પહેલા શેઢા-પાળા ચોખ્ખા કરી દો. ➡ વાવણી પછી ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ ગોઠવી દો. ➡ દર વર્ષે જો કાતરાનો ઉપદ્રવ રહેતો હોય તો ખેતરની ફરતે એક ફૂટની ખાઇ બનાવી તેમાં કોઇ પણ ભૂક્કારુપી દવા ભભરાવી દો. ➡ એકલ દોકલ કાતરા દેખાતા જ કોઇ પણ લીમડા આધારિત દવા જેવી કે એઝાડીરેક્ટીન 10000 પીપીએમ – 1% ઇસી 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાથી તેમનું નિયંત્રણ તો થશે જ પણ સાથે સાથે તેના પરજીવી કીટક (ટીલોનોમસ)નું પણ સંરક્ષણ થશે. ➡ ઉપદ્રવ વધારે જણાય તો સામાન્ય દવા ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલિ અથવા ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાથી આ જીવાત ઉપર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે. સંદર્ભ :-એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
5
1