AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચેક કરો, આબાંમાં કેરી ઉપર કે ડાળીઓ ઉપર મિલીબગ્સ નથીને?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચેક કરો, આબાંમાં કેરી ઉપર કે ડાળીઓ ઉપર મિલીબગ્સ નથીને?
ગયા વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા કેટલાક રાજ્યોમાં આ સમયે કેરી ઉપર આ જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. જમીનમાં રહેતા મિલીબગ્સ ઝાડ ઉપર ચઢી જઇ કૂંમળી ડાળીઓ અને ફળ તેમ જ ફળના ડીટાં ઉપર જામી જઇ રસ ચૂંસતા હોય છે, પરિણામે હાથમાં આવેલ કોળીયો ઝુંટાઇ જાય છે. રાતી કીડીઓ આ જીવાતને ઝાડ ઉપર ચઢવામાં આડકતરી રીતે મદદ કરતી હોય છે. ઝાડના થડ ઉપર જમીન નજીક પ્લાસ્ટીકનો પટ્ટો લગાવવો. ઉપદ્રવ જણાતા ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ અથવા મેલાથિયોન ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. દવાના દ્રાવણમાં સાબૂની કે કપડા ધોવાના કોઇ પણ પાવડર ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
4
અન્ય લેખો