ચીનમાં ભારતીય લાલ મરચાની માંગમાં વધારો
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
ચીનમાં ભારતીય લાલ મરચાની માંગમાં વધારો
નવી દિલ્હી: ચીનમાં મરચાનો પાક નિષ્ફળ જતાં ભારતીય લાલ મરચાની માંગ વધી ગઈ છે. તેના કારણે આગામી મહિનાઓમાં લાલ મરચાંઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ભારતે ચીન સાથે લાલ મરચાંની નિકાસ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યુ છે કે વાણિજ્ય સચિવ અનુપ વાધવાને ચીનના સીમા શુલ્ક ઉપમંત્રી લીગુઓ સાથે મરચાં ખરીદવા માટે એક સમજૂતી કરી છે. જેથી ભારતમાં પણ મરચાંનું ઉત્પાદન કરતાં ખેડૂતોને પોતાના પાક માટે વધુ કિંમત મળી શકશે. આ બેઠકમાં બંને પક્ષોએ તેમની વચ્ચે વ્યાપાર કરતાં સમયે આવતા અવરોધો વિષે પણ ચર્ચા કરી હતી. અને સંતુલિત વ્યાપાર વધારવા માટે સહમતી સાધી હતી. સૌપ્રથમ વર્ષ 2003 માં ચીને ભારતીય કેરીઓ પર સમજૂતી કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં
બાસમતી ચોખા, તંબાકુ, અને હવે મરચાં માટે કરાર કરવામાં આવ્યા છે. ચીનમાં કેરી, કારેલાં, અંગૂર, સરસવનું તેલ, બાસમતી ચોખા, સાદા ચોખા, માછલી, અને તંબાકુના પાનની નિકાસ કરવામાં આવે છે. સ્ત્રોત - દૈનિક ભાસ્કર, 9 મે 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
29
0
અન્ય લેખો