AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચીકુની ફળમાખીનું નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચીકુની ફળમાખીનું નિયંત્રણ!
🪰ફળમાખી રંગે બદામી અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. 🪰માદા ફળમાખી પરિપકવ થવા આવેલાં ફળોમાં પોતાનું અંડનિક્ષેપક દાખલ કરી ફળમાં ઈંડા મૂકે છે. 🪰ઈંડામાંથી નીકળેલા કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને નુકશાન કરે છે. 🪰નુકશાન પામેલાં ફળો કહોવાતાં ખાટી દુર્ગંધ મારે છે. 🪰એપ્રિલ થી જૂલાઈ દરમ્યાન ચીકુ વાડીમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. 🪰આ ફળમાખીના નિયંત્રણ માટે વાડીમાં સ્વચ્છતા રાખવી અને સડેલાં ફળો ખાડામાં દાટી નાખવા. 🪰મિથાઈલ યુજીનોલ યુકત ટ્રેપ દર ૧૦ ઝાડ દીઠ એક પ્રમાણે અથવા હેકટરે ૧૦ ટ્રેપ મૂકવાથી નર ફળમાખીને આકર્ષીને વસ્તી વધતી અટકાવી શકાય છે. 🪰સામૂહિક રીતે આ ટ્રેપો મૂકવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે. 🪰આ ટ્રેપ જમીનથી ચાર ફુટ ઉંચાઈએ મૂકવા. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
3
0