AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચા ની ભૂક્કી છે બહુ કામની, ખેતી સાથે અન્ય કામમાં પણ ઉપયોગી !
વેસ્ટમાંથી બેસ્ટન્યુ ગુજરાતી
ચા ની ભૂક્કી છે બહુ કામની, ખેતી સાથે અન્ય કામમાં પણ ઉપયોગી !
ઘણા લોકો એવા હોય છે દરેક વસ્તુને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરતા હોય છે જયારે ઘણા લોકો બેસ્ટ ની સાચી કિંમત જ ઓળખી નથી શકતા. આજે આપણે વાત કરવાના છીએ ચા વિશે તો ચાલો જાણીએ ચા માં એવું તો શું કિંમતી છે…. 🥃 જો કે આપના ગુજરાતીઓ માટે ચા એક વ્યાસન બની ગઈ છે, સવારે ઉઠીને પહેલા આપણે ચા જોઈએ બીજું બધું પછી.ચા આપના બધાની ફેવરીટ છે પરંતુ આપણે બધા ચા બનાવીને તેની ભુક્કીને નાખી દેતા હોય છીએ. પરંતુ શું તમે જાણો છો કે બનેલી ચા માં જે ભૂક્કી હોય છે તેને પણ ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. 🟤 ઘા ને રુઝાવવા માટે: ચા ની ભૂક્કી આપણે ચા પી ને કચરામાં નાખી દઈએ છીએ તેનાથી જો કોઈ ઘાવ લાગ્યો હોય તો તેના પર જલ્દી રૂઝ આવી શકે છે. ઘણા લોકોને જેવો તેવો ઘાવ લાગ્યો હોય અને હોસ્પીટલે જાય તો ત્યાં કેટલાય પૈસા દઈને આવે છે એના કરતા તમે આ ઉપાય કરી શકો છો, ચા માંથી કાઢેલી ભૂક્કી લગાવીને ઘાવ પર ઝડપથી રૂઝ લાવી શકો છો. 🪞 કાચને ચમકાવી શકાય: ચા થી કેવી રીતે કાચ સાફ કરી શકાય તો મિત્રો ચા નું વધેલું પાણી અને ભુક્કીમાં વધુ થોડું પાણી નાખીને તેને ગરમ કરીને પછી તેને એક સ્પ્રે બોટલમાં ભરીને તેનાથી કાચ સાફ કરવામાં આવે છે, આ પ્રયોગ ઘણા લોકો કરી રહ્યા છે આનાથી કાચ ખુબ જ સાફ રહે છે. સ્પ્રે મારીને છાપા થી કે કાપડ થી તેને સાફ કરવામાં આવે છે એટલે કાચ એકદમ ચકાચક થઇ જશે. 🌱 છોડના ખાતર તરીકે: આજે દરેકના ઘરમાં નાના મોટા છોડ હોય છે અને તેને ઉછેરવા માટે ઘણા લોકો એગ્રોમાંથી મોંઘા મોંઘા ખાતર અને દવા લઈયાવતા હોય છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ચાની ભૂક્કી ને જો તે છોડના થડમાં નાખવામાં આવે તો તેનો ઉછેર જલ્દી થાય છે, ખાતરની જરૂર રહેતી નથી, ભૂક્કી ખાતરનું કામ કરે છે. તેથી તમારા ઘરમાં રહેલા નાના નાના છોડ માં ખારત તરીકે ભૂક્કીનો ઉપયોગ કરી શકો છો. 🚪 ફર્નીચર ની સફાઈ: મિત્રો જેમ ભુક્કીથી કાચ ચમકાવી શકાય છે તેમ ફર્નીચર પણ ચમકાવી શકાય છે, ચા માંથી વધેલી ભુક્કીને ચોખ્ખા પાણીમાં એ વખત ફેરવો અને પછી તેનાથી ફર્નીચર સાફ કરો એટલે ફર્નીચર ચમકી ઉઠશે. ચાની ભુક્કીમાં આવા ઘણા બધા ફાયદાઓ રહેલા છે જેને તમે પહેલા કચરો સમજીને કચરામાં નાખી દેતા હતા પરંતુ આશા કરીએ છીએ કે તમે હવે તેનો આમાંથી ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરશો. સંદર્ભ : ન્યુ ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
36
7