AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો, સુધારેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરીએ લસણની ખેતી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો, સુધારેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરીએ લસણની ખેતી
આપણા દેશમાં લસણની સરેરાશ ઉપજ માત્ર 9 મેટ્રિક ટન / હેકટર છે. જ્યારે દેશમાં લસણની અછત હોય છે, ત્યારે તેના ભાવ ખુબ વધે છે. આપણા દેશના ઉત્પાદકોને ચીનમાંથી આયાત કરેલા લસણને કારણે પડકારનો સામનો કરવો પડે છે. ડુંગળી અથવા અન્ય શાકભાજીની સરખામણીમાં, લસણની વાવણીનો ખર્ચ વધુ છે, કારણ કે તેના બિયારણ મોંઘા છે. પાકની વૃદ્ધિનો સમયગાળો વધુ છે. વાવણી અને લણણી માટે મજુરીની વધુ જરૂર પડે છે અને તેની સરખામણીમાં ઉપજ ઓછી મળે છે. ખેતીનું યોગ્ય વ્યવસ્થાપન અપનાવીને, સારી અને ગુણવત્તાપૂર્ણ ઉપજ મેળવી શકાય છે. તાપમાન ઠંડા વાતાવરણમાં લસણ સારી રીતે ઉગે છે. વિકાસના તબક્કા દરમિયાન, ઠંડું અને સહેજ ભેજવાળું હવામાન અને લણણી વખતે જ્યારે કંદ પરિપક્વ થાય ત્યારે, સૂકુ હવામાન જરૂરી છે. દેશમાં 9% લસણની ખેતી નવેમ્બર મહિનામાં થાય છે. કંદનો વિકાસ થતા પહેલાં પાંદડાની સંખ્યા ખૂબ જ વધુ હોય અને જો તેમની વૃદ્ધિ સારી થાય તો જ સારી ઉપજની ખાતરી આપી શકાય છે. છોડના વિકાસ માટે નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં રાતનું નીચું તાપમાન અનુકૂળ હોય છે. ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન તાપમાન ઓછું રહે છે; પરંતુ દિવસનું તાપમાન વધે છે. હવામાં ભેજ ઓછો થાય છે અને કંદનો વિકાસ સારો થાય છે.
જમીન જમીન ભરભરી અને ફળદ્રુપ હોવી જોઈએ. મધ્યમ કાળી જમીનમાં કાર્બનિક ખાતરોનો પુરવઠો સારો હોય તો, ઉત્પાદન સારું મળે છે. ભારે કાળી માટી અથવા ચીકણી માટીમાં, કંદ સારી રીતે વૃદ્ધિ પામતા નથી. જ્યાં પાણીનો નિકાસ સારી રીતે ન થતો હોય તેવી જમીન ટાળવી જોઈએ. ખેતી: ઉનાળામાં ઊંડી વાવણી પછી , 2-3 વખત દંતાળ ફેરવવું જોઈએ. ઘાસ, ઘાસની ગાંઠો અથવા અગાઉની પાકના અવશેષો દૂર કરવા જોઇએ. છેલ્લીવાર દંતાળ ફેરવતા પહેલાં 10-15 ટન છાણીયું ખાતર નાખીને જમીન સાથે સારી રીતે મિશ્રિત કરવું જોઈએ. વાવણી માટે, ક્યારીઓ 2 * 4 અથવા 3 * 4 મીટરના અંતરે બનાવવી જોઈએ. જો જમીન સપાટ હોય તો, 1.5 થી 2 મીટરની પહોળાઈ અને 10 થી 12 મીટરની લંબાઇના ખામણા બનાવી શકાય છે. લસણના કળીઓને થાણીને વાવવાની જરૂર છે. પસંદ કરેલ કળીઓનું સપાટ ગાદી ક્યારા પર 15 * 10 સેમી અને 2 સે.મી. ઊંડાઈ પર વાવેતર થવું જોઈએ. પહોળાઈને સમાંતર ક્યારીઓ પર, ખુરપીયાથી દર 15 સેમી પર લીટીઓ પાડીને 10 સેમી અંતર પર, કળીઓ ઊભી રાખવી અને પછી માટીથી ઢાંકવી જોઈએ. વાવેતર પૂર્વે, લસણની કળીઓ કારબેન્ડાઝીમ અને કાર્બોસલ્ફાનના દ્રાવણમાં બે કલાક સુધી નીતારવી જોઈએ અને તે પછી વાવેતર થવું જોઈએ. 10 લિટર પાણીમાં, 20 મિલિ કાર્બોસલ્ફાન અને 25 ગ્રામ કાર્બેનડાઝીમ ભેગા કરીને દ્રાવણ તૈયાર કરવું જોઈએ. ખાતરો અને પાણીનું આયોજન- પાકને એકર દીઠ 40 કિગ્રા નાઇટ્રોજન, 20 કિગ્રા ફોસ્ફરસ અને 20 કિગ્રા પોટાશની જરૂર છે. વાવણીના સમયે, નાઇટ્રોજનની અડધી માત્રા અને ફોસ્ફરસ અને પોટાશની સંપૂર્ણ માત્રા આપવી જોઈએ. નાઇટ્રોજનની બાકી માત્રા બે ભાગમાં આપવી જોઇએ. લસણની કળીઓનું સૂકી જમીનમાં વાવેતર થવું જોઇએ અને તાત્કાલિક પાણી આપવું જોઈએ. અંકુરણ પછી, 8 થી 10 દિવસના અંતરે જમીનની રચના અનુસાર, પાણી આપવું જોઈએ. જો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ થાય તો પાકને સલ્ફેટની જરૂરી માત્રા મળે છે. રોગ નિયંત્રણ કથ્થઈ બ્લાઈટ- પાંદડા પર કથ્થઈ રંગના લાંબા ઘસરકા દેખાય છે ઘસરકાનું કદ વધવાનું શરૂ થાય છે અને તેના કારણે વિકાસ અટકી જાય છે પરિણામે, કંદનું કદ નાનું રહે છે. નિયંત્રણ- 10 થી 15 દિવસના અંતરે, મેન્કોઝેબ 25-30 ગ્રામ અથવા કાર્બેનડાઝીમ 20 ગ્રામ/ 10 લિટર પાણીમાં ભેળવીને કીટનાશકો વારાફરતી બદલીને તેમનો છંટકાવ કરવો જોઈએ. ડૉ. શૈલેન્દ્ર ગાડગે (ડુંગળી અને લસણ સંશોધન નિયામકની કચેરી, રાજગુરુ નગર જીલ્લો.પુણે ), એગ્રોસ્ટાર એગ્રોનોમી એક્સેલન્સ સેન્ટર, 5 ડિસેમ્બર 17
167
3