ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચાલો જાણીયે, ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ દવા કયા પાક માં અને કઈ જીવાત સામે વપરાય !
👉જીવાતના ચેતાતંત્રમાં આવેલ રાયનોડાયલ રીસેપ્ટર ઉપર કામ કરતી હોવાથી આ દવાને “રાયનોક્ષીપાયર” તરીકે પણ ઓળખાય છે. 👉 દવાના છંટકાવ પછી જીવાત ખાવાનું તરત જ બંધ કરી દે અને અંતે છેવેટે મરી જાય. 👉 આ કીટનાશક આંતરપ્રવાહી જેવી લાક્ષણિકતા ધરાવતું હોવાથી તે ઝડપથી આખા છોડમાં પ્રસરી જાય છે. 👉 પાકને નુકસાન કરતી ઇયળો તેમ જ ચૂંસિયા માટે અકસીર દવા માનવામાં આવે છે. 👉 બજારમાં તે એફ.એમ.સી. કમ્પનીની “કોરાજન” અને ધાનુકા ક્મ્પનીની “કવર’”ના નામે મળે છે. 👉 આ દવા પર્યાવરણ અને જીવાતના કુદરતી દુશ્મન કિટકો સામે ઓછી હાનીકારક છે. 👉 તેની સાન્દ્રતા ૧૮.૫ એસસી (પ્રવાહી સ્વરુપ) છે અને તે ૩૦, ૬૦, ૧૫૦ અને ૩૦૦ મિલિના પેકીંગમાં ઉપલબ્ધ છે. 👉 આ દવા દાણાદાર સ્વરુપે “ફરટેરા ૪ જી” નામે એફ.એમ.સી કમ્પનીની પણ મળે છે. 👉 આ દવાની સાથે અન્ય દવા મિશ્ર કરીને બનાવેલ તૈયાર મિશ્રણ પણ છે જેમ કે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમડાસાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી દવા “એમ્પીગો” નામે અને ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮૦% + થાયામેથોક્ષામ ૧૭.૫% એસસી મિશ્રણ “વોલીમ ફ્લેક્ષી” નામે સીન્જેટા કમ્પનીની મળે છે. 👉 આ દવાની અસર સામાન્ય રીતે ૧૫-૨૦ દિવસ સુધી રહેતી હોય છે. 👉 શાકભાજી પાકો જેવા કે કોબીજમાં હીરાફૂદીની ઇયળ માટે ૫૦ મિલિ, ટામેટા મરચામાં ફળકોરી ખાનાર ઇયળ માટે ૧૫૦ મિલિ; રીંગણની ડૂંખ અને ફળકોરી ખાનાર ઇયળ સામે ૨૦૦ મિલિ; ભીંડાની શીંગકોરી ખાનાર માટે ૧૨૫ મિલિ અને કારેલામાં નુકસાન કરતી ઇયળ માટે ૧૦૦-૧૨૫ મિલિ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ છે. 👉 ડાંગરની ગાભામારાની અને પાનવાળનાર ઇયળ તેમ જ તુવેરમાં શીંગો કોરીખાનાર ઇયળો માટે ૧૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવથી અસરકારક નિયંત્રણ મળે છે. 👉 શેરડીમાં નુકસાન કરતી ગાભમારાની ઈયળ (સ્ટેમ બોરર)ના નિયંત્રણ માટે ૩૭૫ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે સ્પ્રે કરવો. 👉 ચણા અને અડદને નુકસાન કરતી પોપટા/ શીંગ કોરીખાનાર ઇયળો માટે ૧૦૦-૧૨૫ મિલિ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ છે. 👉 કપાસ અને સોયાબીનમાં નુકસાન કરતી વિવિધ ઇયળો સામે ૧૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવથી તેમનો ખાત્મો બોલાવી શકાય છે. 👉 આ દવા દાણાદાર (૦.૪% જીઆર) સ્વરુપે પણ મળે છે જેનો ઉપયોગ ડાંગર અને શેરડીમાં ગાભામારાની ઇયળો માટે ૧૦-૧૮ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવાથી સચોટ નિયંત્રણ મળે છે. 👉 આ દવાની સાથે બીજી મિશ્રણ કરેલ દવા (એમ્પીગો)નો ઉપયોગ તુવેરમાં શીગો કોરીખાનાર ઇયળો અને કપાસમાં ગુલાબી ઇયળ સામે ૨૦૦-૨૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરી શકાય. 👉 ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૮.૮૦% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી મિશ્રણ ૫૦૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે ટામેટી રોપ્યા પછી ૮-૧૦ દિવસે જમીનમાં ડ્રેંચીંગ કરવાથી પાનકોરિયું, સફેદમાખી અને લીલી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે. 👉 ઉત્પાદનમાં આ દવાના રહી જતા અવશેષોને ધ્યાને લઇ છેલ્લા છંટકાવ અને પાકની લણની વચ્ચે ભલામણ કરે દિવસોનો અંતર રાખવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
9
સંબંધિત લેખ