AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો જાણીએ હેક્ટર, વીઘા કે એકરમાં શું છે તફાવત ?
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ચાલો જાણીએ હેક્ટર, વીઘા કે એકરમાં શું છે તફાવત ?
📢હેક્ટર, વીઘા, એકર વગેરે શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા હશે ત્યારે આજે જાણીશું કે તમામ વચ્ચે શું તફાવત છે? 👉ખેતીની જમીન માપવાની ઘણી જુદી જુદી પદ્ધતિઓ છે. આપને જણાવી દઈએ કે દરેક રાજ્યમાં જમીનની માપણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જો શહેરની વાત કરીએ તો જમીનને યાર્ડના હિસાબે માપવામાં આવે છે અને સપાટ જમીનને ચોરસ ફૂટના હિસાબે માપવામાં આવે છે, પરંતુ ખેતીની જમીન માપવાની એક અલગ રીત છે, કારણ કે જમીન ક્યાંક વીઘામાં છે તો ક્યાંક તે એકરમાં માપવામાં આવે છે, અને ક્યાંક હેક્ટરમાં માપવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આ બાબતમાં ગુંચવાઈ જાય છે કે આ શું છે અને તેની અંદર કેટલી જગ્યા આવે છે. તો ચાલો તેના વિશે વિગતે સરળ શબ્દોમાં જાણીએ. 👉વીઘા શું છે? વીઘા એ જમીનની માપણીનું એકમ છે. જો આપણે વીઘાની વાત કરીએ તો આ બે પ્રકારના હોય છે. એક કાચા વીઘા અને પાકા વીઘા. આ બંનેની લંબાઈ અને પહોળાઈ એકબીજાથી અલગ છે. રાજસ્થાનમાં તેનો વધુ ઉપયોગ થાય છે. ત્યાં જમીનની કિંમત વિઘાના આધારે નક્કી થાય છે.કાચા વીઘામાં ૧૦૦૮ ચોરસ યાર્ડ જમીન છે અને ૮૪૩ ચોરસ મીટર, ૦.૮૪૮ હેક્ટર, ૦.૨૦૮૩૧ એકર. 👉વિવિધ રાજ્યમાં એક વીઘા કેટલું છે આસામ 14400 ચો.ફૂટ, બિહાર 27220 ચો.ફૂટ, ગુજરાત 17427 ચો.ફૂટ, હરિયાણા 27225 ચો.ફૂટ, હિમાચલ પ્રદેશ 8712 sqft,ઝારખંડ 27211 ચો.ફૂટ, પંજાબ 9070 ચો.ફૂટ, રાજસ્થાન 1 પાકા વીઘા = 27,225 ચોરસફૂટ, 1 કાચો વીઘા = 17424 વર્ગફૂટ, મધ્ય પ્રદેશ 12000 ચો.ફૂટ, ઉત્તરાખંડ 6804 ચો.ફૂટ, ઉત્તર પ્રદેશ 27000 ચો.ફૂટ, પશ્ચિમ બંગાળ 14348 ચો.ફૂટ 👉હેક્ટર શું છે? હેક્ટરને વીઘા અને એકરથી સૌથી મોટું ગણવામાં આવે છે. ૧ હેક્ટરમાં ૩.૯૬ પાકાં વીઘા છે અને જો કાચા વીઘાની વાત કરીએ તો ૧ હેક્ટરમાં ૧૧.૮૭ કાચા વીઘા છે. આ સિવાય ૧ હેક્ટરમાં ૨.૪૭૧૧ એકર અને એક મીટરમાં 10,000 ચોરસ મીટર છે. આપને જણાવી દઈએ કે જમીન માપવાની બીજી ઘણી રીતો છે જેમ કે મરલા, કોટા, સેન્ટ, કનાલ, ગજ વગેરે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
28
8
અન્ય લેખો