ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચાલો જાણીએ, નોન-વુવન ક્રોપ કવર વિશે !!
👉દિવસેને દિવસે વધતા જતા બેફામ રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગના લીધે આજે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, તાપમાનમાં વધારો ઘટાડો અને ઋતુ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જેથી ખેડૂતના ખેતર પર ઉભેલા પાકોની ઉત્પાદન ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે.વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રે ઘણા શંશોધનો થયા છે અને ખેડૂતો રક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. તેમાંનું એક પાસું એટલે ખેતીમાં ક્રોપ કવ નો ઉપયોગ.
👉ક્રોપ કવર શું છે ?
૧) ક્રોપ કવરએ નોન-વુવન પ્લાસ્ટિક કવર છે કે, જેનો ઉપયોગ છોડને ઢાંકવા માટે થાય છે.
૨) પાકની હરોળ ઉપર ક્રોપ કવરની નીચી ટનલ બનાવીને છોડને આવરી લેવામાં આવે છે.
૩) ક્રોપ કવર છોડની આસપાસ માઇક્રોક્લાઇમેટ બનાવીને છોડને સીધું રક્ષણ આપે છે.
૪) પાકનું આવરણ પાકને જંતુઓ, પવન, વરસાદ અને સનબર્નથી બચાવવામાં મદદરૂપ થાય છે.
૫) તડકાના દિવસોમાં ગરમી પકડવામાં મદદ કરે છે અને તે રાત્રે જમીનમાંથી નીકળતી ગરમી જાળવી રાખે છે જેના કારણે પાકને ઠંડા તાપમાનથી રક્ષણ મળે છે.
૬) આ કવર યાંત્રિક ઇજાઓ જેવી કે ડાઘ ,કીટકો અને રોગો સામે અક પ્રકારનું કવર પૂરૂ પાડે છે અને માદા માખીઓને પાક પર ઇંડા મૂકતા પણ અટકાવે છે.
👉ક્રોપ કવર ક્યા ક્યા પાકોમાં ઉપયોગ કરી શકાય ?
તરબૂચ, શક્કર ટેટી, મરચી, કેપ્સિકમ, ટામેટાં
👉ક્રોપ કવર લગાવવા માટે જરૂરી સામગ્રી :-
ફાઇબર સ્ટિક, પ્લાસ્ટિકની દોરો (એગ્રી થ્રેડ), ક્રોપ કવર, પ્લાસ્ટિક કલીપ
👉ક્રોપ કવર લગાવવાની પધ્ધતિ :-
(૧) સૌપ્રથમ શાકભાજી જેવા પાકોનું ક્યારા ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગ પાથરવું અને ત્યાર બાદ શાકભાજીના ધરુંનું સ્થળાંતર કરવું સ્થળાંતર કર્યા બાદ લો ટનલ સ્ટ્રક્ચર બનાવવા માટે ક્યારા પર પ્લાસ્ટિક મલ્ચીંગ પાથરવું ત્યાર બાદ ઊંધી U આકારમાં ફાઇબરની સ્ટિક લગાવો. બે ફાઇબર સ્ટીક વચ્ચેનું અંતર જરૂરિયાત પર આધાર રાખે છે. બે ફાઇબર સ્ટીક વચ્ચેનું સરેરાશ અંતર ૧૦ - ૧૨ ફૂટ રાખવામાં આવે છે.
(૨) લો ટનલને વધુ મજબૂત બનાવવા માટે પ્લાસ્ટિક મલ્ચીંગની દોરી (એગ્રી થ્રેડ) નો ઉપયોગ ફાયબર સ્ટિકને બાંધવા માટે કરવો જોઈએ. જેથી ફાઇબર સ્ટિક મજબૂત રીતે બંધાઈ રહે અને જરૂરી અંતર જળવાઈ રહે.
(૩) ફાઇબર સ્ટીક પર ક્રોપ કવર એ રીતે પાથરવું કે બંને તરફ સપ્રમાણ માળખું બને અને ત્યાર બાદ પ્લાસ્ટિક કલીપ લગાવવી જેથી ક્રોપ કવર મજબૂતીથી ફાયબર સ્ટિક સાથે જોડાય રહે.
(૪) પવન અને જીવાતોની અવરજવર અટકાવવાં માટે ક્રોપ કવરના બંને બાજુના છેડાઓને માટીથી દબાવો .
👉ક્રોપ કવર ક્યારે ખોલવું ?
જયારે પાકની ફૂલ અવસ્થા શરુ થાય એટલે તુરંત જ ક્રોપ કવરને ખોલી નાખવું જેથી પરાગનયન સારી રીતે થઇ શકે. ત્યારબાદ ક્રોપ કવરને વ્યવસ્થિત રીતે ઘડી કરી સુરક્ષિત જગ્યાએ મૂકવું .
👉ક્રોપ કવરની તકનીકી માહિતી:-
૧૭ જીએસએમ - ૨ સીઝન, ૨૩ જીએસએમ - ૨ થી વધુ
👉ક્રોપ કવરથી થતા ફાયદાઓ:
બીજના અંકુરણ ક્ષમતામાં વધારો કરી બીજ ઉગવાના સમય મર્યાદામાં ઘટાડો કરે છે .
દવા, ખાતર અને મજૂરી ખર્ચ ઘટે છે, પાક સામાન્ય સમય કરતા વહેલો પાકે છે, મીની ગ્રીન હાઉસ અસર પુરી પાડે છે, વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય માઇક્રોક્લાઇમેટ બનાવે છે, પાકોને અનિયમિત વાતાવરણથી થતા તણાવ સામે રક્ષણ પૂરું પાડે છે
બિન સીઝન પાકોનું વાવેતર લઈ અને બજારમાં સારા ભાવો મેળવી શકાય છે, પાકને રોગો અને જીવાતોથી સીધું રક્ષણ મળે છે, પાકની ગુણવત્તામાં વધારો કરે છે જેથી નિકાસ કરવા યોગ્ય બને છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.