AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો જાણીએ,જમીનમાં પાણી જાણવાની રીત વિશે.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ચાલો જાણીએ,જમીનમાં પાણી જાણવાની રીત વિશે.
👉 ખેડૂતો માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. કેમકે દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના મોટાભાગના ખેડૂતો ની ખેતી વરસાદ આધારીત હોય છે.જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો મોટાભાગના વર્ષોમાં સામાન્ય વરસાદ કે દુષ્કાળનો સામનો કરતા હોય છે. કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ માં દક્ષિણ ગુજરાતની સરખામણીએ વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. ચાલો આપણે જાણીએ જમીનમાં પાણી જોવાની રીત . ૧) શાસ્ત્ર માં જમીનમાં પાણી જોવા માટે ની રીત :- મિત્રો આપણા શાસ્ત્રમાં પણ ભુગર્ભમાં પાણી કઈ જગ્યા ઉપર વધારે હોય છે? તેની પણ વાતો કરવામાં આવી છે જેમ કે આપણા ખેતરમાં એટલે કે આપણા ખેતરના શેઢા પાળા ઉપર જો ખીજડો, ખેર અને ખાખરો આ ત્રણેય વૃક્ષો નજીકમાં આજુબાજુ માં હોય તો… આ જગ્યા ઉપર નીચે પાણીનો વિપુલ ભંડાર હોય છે.એવું આપણી જૂની પરંપરા ના શાસ્ત્રોમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે તમારા ખેતરના સેઢા પારે તમારે અનુભવ કરવો કે ખેર, ખાખરો અને ખીજડો આ ત્રણેય વૃક્ષોનો જો એક જગ્યાએ સમન્વય થતો હોય તો તેની આજુબાજુમાં વિપુલ માત્રામાં પાણીનો જથ્થો રહેલો હોય છે.એવી એક માન્યતા રહેલી છે. તો આ બાબતે ખાસ અવલોકન કરવું. ૨) જમીન ના પ્રકાર ના આધારે જમીનમાં પાણી જોવાની રીત :- જમીનના પ્રકાર ઉપરથી પણ નીચે પાણી કેટલી માત્રામાં અને કેવું છે? તેની પણ માહિતી ઓ મળતી હોય છે. જેમ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જો જમીન એકદમ કાળી અને કરાડ હોય તો એ જમીનમાં પાણી શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે. અને જો જ્યારે ખેતરની જમીન સફેદ જેને અમુક લોકો ધોળકઢી પણ કહે છે… તો અમુક લોકો કોબલી જમીન પણ કહે છે. 👉આવી જમીનમાં નીચે પાણી મેળવવું ખૂબ જ સરળ હોય છે. કેમકે આવી જમીન નીચે ખૂબ જ પોલાણો રહેલા હોય છે. આ પોલાણોમાં પાણી વહેતું હોય છે. એટલે પાણી મેળવવા માટે આવી જમીન ઉત્તમ ગણવામાં આવે છે. જોકે આવી જમીનમાં ખેતીનો પાક સારો થતો નથી… કેમકે આવી જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી. વધુ પડતું કેલ્શિયમ કોઈ પણ પાકને અનુકૂળ આવતું નથી. ૩) તાંબા ના કળશ દ્વારા જમીનમાં પાણી જોવાની રીત ;- હવે મિત્રો તમે કોઈ પાણીકડા પાસે તમે જો કોઈ કુવો અથવા બોર જોવડાવ્યો હોય તો તેની ખાતરી કરવા માટે પણ એક પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે. કે નીચે પાણી કેટલા પ્રમાણમાં હશે ?અને કેટલી ઊંડાઈ હશે? 👉તેના માટે પણ આ એક અનોખો પ્રયોગ અજમાવી શકાય અને આ પ્રયોગ ખાસ કરીને શિયાળાના દિવસોમાં કરવો. એટલે કે આ પ્રયોગ ઠંડીના દિવસોમાં કરવો… ધારો કે તમે જે જગ્યાએ બોર અથવા કે કૂવો જોવડાવ્યો હોય તે જગ્યાએ એક ફૂટ ઊંડો ખાડો કરી અને સાંજે સૂર્યાસ્ત સમયે તાંબાનો કળશ ઊંધો રાખી અને સંપૂર્ણ માટીથી બુરી દેવો. એટલે કે પેક કરી દેવો… અને વહેલી સવારે સૂર્યોદય પહેલા તમે જે કળશ હોય તેને ઉપરથી માટી હટાવી અને બહાર કાઢવો. કળશ ની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ ચોટલો હોય તો….તમારે ખાતરી કરવી કે નીચે સો ટકા પાણી રહેલું હોય છે. આ એક અનુભવ કરવા જેવો છે. ૪) Drowsing પદ્ધતિથી જમીનમાં પાણી જોવાની રીત :- જમીનમાં ક્યાં પાણી છે અને કેટલું છે તે શોધવું હોય તો અત્યારે સેટેલાઇટ કે યંત્રોની મદદ લેવામાં આવે છે, પરંતુ ભારતીય શાસ્ત્રોમાં કેટલીક એવી રીતો પણ બતાવાઇ છે જેના પરથી જમીનમાં ક્યાં પાણી છે તે આસાનાથી શોધી શકાય છે. 👉આવી રીત કે જે આજકાલ ડ્રાઉઝિંગ પદ્ધતિ તરીકે ઓળખાય છે તેની મદદથી ભુજના એક તજજ્ઞે કચ્છના સૂકા વિસ્તારમાંથી પણ પાણી શોધી બતાવ્યા છે. તાંબાના સળિયાની મદદથી તેમજ પોતાના કોઠાસૂઝથી ૨૮ વર્ષની તેમની ક્ષેત્રની કામગીરીમાં તેઓ શહેર હોય કે ગામ ૨૦૦૦ જેટલી જગ્યાએ પાણી જોવા ગયા છે, જેમાંથી અંદાજે ૧૯૦૦ જગ્યાએ તેમને સફળતા મળી છેે. હાલે જગ્યાઓએ નીકળેલા મીઠા પાણી લોકો સંતુપ્ત તથા ખેતીને હરિયાળી બનાવી છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
33
5
અન્ય લેખો