AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો જાણિયે: નિંદામણનો જીવાતના ઉપદ્રવમાં ફાળો !
• ખેતરમાં કે ખેતરની આજુબાજુ ઉગેલ નિંદામણો જીવાતની સંખ્યા વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. • કેટલીક વાર, નિંદામણોની હાજરીને લીધે જીવાતના કુદરતી નિયંત્રકો એવા પરજીવી/ પરભક્ષી કિટકો પણ વધે છે. • પાક અને સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઇ નિંદામણો દૂર કરવા કે રાખવા તે વિવેક્બુધ્ધિ વાપરી નિર્ણય લેવો. • કપાસના ખેતરની આજુબાજુ ઉગેલ સુદાન ઘાસથી કપાસમાં સફેદમાખીનો ઉપદ્રવ વધે છે. • ડાંગરની ક્યારીમાંથી ડાભ જેવા નિંદામણ નાશ કરવાથી ભૂંરા કાસિયાંનો ઉપદ્રવ ઓછો રહે છે. • કપાસના મિલિબગ પાક પુરો થયેથી ગાડર, કાંસકી, કોંગ્રેશ ઘાસ, જંગલી ભીંડા, અંધેડી, ફૂલેકીયું જેવા નિંદામણ ઉપર નભતા હોય છે, આવા નિંદામણો નાશ કરવા ખૂબ જ જરુરી છે. • લીંબુ વર્ગના ફળોમાંથી રસ ચૂંસનાર ફૂંદાની ઇયળો વાડીની આજુબાજુ ઉગેલ જંગલી વેલા ઉપર નભે છે, આવા નિંદામણો અવશ્ય નાશ કરવા. • કપાસમાં વાયરસનો ફેલાવો કરતી સફેદમાખી સ્ટારબર, કાંસકી કે ધતુરા જેવા નિંદાંમણ પર નભે છે, આવા નિંદામણો દૂર કરી રોગનો થતો ફેલાવો અટકાવવો. • બટાકામાં નુકસાન કરતી મોલો એમરેન્થસ (કાણજીરી) જેવા નિંદામણ ઉપર નભતી હોય છે, આવા છોડ ખેતરની આજુબાજુ હોય તો નાશ કરવા. • શક્કરિયાને નુકસાન કરતા ટોરટોઇસ બીટલ (ઢાલિયા કિટક) ખેતરની આજુબાજુ ઉગેલ દુધેલી (મીલ્કવીડ) જેવા નિંદામણ ઉપર પાક ન હોય ત્યારે નભે છે. • ટામેટાની નવી આવેલ લીફ માઇનર પાક ન હોય ત્યારે ખેતરની આજુબાજુ ઉગેલ ધતુરા અને અન્ય નિંદામણ ઉપર જીવન પસાર કરે છે. જેથી પાક ન હોય તો પણ ખેતર અને તેની આજુબાજુનો વિસ્તાર નિંદામણમૂક્ત રાખવો. • ડાંગરમાં નુકસાન કરતી ગાભમારાની ઇયળ (ગોલ મિડ્જ) મોટેભાગે વાટર ગ્રાસ, એક નિંદામણ ઉપર નભતી હોય છે અને ડાંગરની રોપણી પછી તે ખેતરમાં પ્રવેશે છે. • ડાંગરના બદામી રંગના ચૂસિયાં ક્યારીમાં તેમ જ પાળા ઉપર ઉગતા નિંદામણ જેવા કે સ્વામ ગ્રાસ ઉપર પણ નભે છે, તેમનો નાશ કરવો. • ડૂંગળીને નુકસાન કરતી કળીની માખી ખેતરની આજુબાજુ રસ્તાઓ ઉપર ઉગેલ શિયાળુ રોકેટ ઘાસ ઉપર રહે છે. આવા નિંદામણો દૂર કરવા. • અંતે સાર એટલો નીકળે છે કે પાક ખેતરમાં હોય કે ન હોય, ખેતર અને તેની આજુબાજુનો વિસ્તાર નિંદામણમૂક્ત રાખવા.`
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
31
6