AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો જાણિએ કેટલા કુદરતી પરભક્ષી વિષે!
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચાલો જાણિએ કેટલા કુદરતી પરભક્ષી વિષે!
🐞🐞 આડેધડ અને બિનજરુરી જંતુનાશકોના છંટકાવથી જીવાતના કુદરતી દુશ્મન કિટક ઉપર અવળી અસર પડે છે. સાથે સાથે પાક ઉત્પાદનમાં દવાનો અવશેષો રહી જવા પામે છે. પર્યાવરણ ઉપર પણ માઠી અસર પડે છે. ચાલો જાણિએ કેટલા પરભક્ષી કિટકો વિષે અને તેઓ શું કામ કરે છે. 1. દાળિયા (લેડીબર્ડ બીટલ્સ): આ કિટકના પૂખ્ત (વિવિધ રંગના અને કાબરા-ચિતરા) તેમ જ ઇયળ અવસ્થા પાક ઉપર મોલોનું ભક્ષણ કરી તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરતા હોય છે. 2. લીલી પોપટી (ક્રાયસોપર્લા): આ કિટકની ઇયળ પોચા શરીરવાળા ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદમાખી, થ્રીપ્સ, તડતડિયાં વિગેરે તેમ જ પાન ખાનાર ઇયળના ઇંડા અને પ્રથમ અવસ્થાની નાની ઇયળોને ખાઇ જઇ તેમની વસ્તિમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. 3. સીરફીડ માખી: આ કિટકની ઇયળ પણ વિવિધ ચૂસિયાં પ્રકારની જીવાતોને ખાઇ જાય છે. 4. વાણિયો (ડ્રેગન ફ્લાય): સતત ઉડતા અને ચપળ પુખ્ત કિટક નાની જીવાતો, પાક ઉપર ઉડતા ફૂદા-પતંગિયાઓનું ભક્ષણ કરતા હોય છે. 5. જીઓકોરીશ બગ: આ કિટક બધી જ ચૂસિયા પ્રકાની જીવાતો અને લીલી ઇયળના ઇંડાઓને ખાઇ જતા હોય છે. 6. રીડુવીડ બગ: આ ચૂસિયું લીલી ઇયળ તેમ જ પાન ખાનાર ઇયળમાંથી રસ ચૂંસિ મારી નાંખે છે. 7. ટાયગર બીટલ: આ કિટક પાકમાં નુકસાન કરતી ઘૈણનું ભક્ષણ કરે છે. 8. પેન્ટાટોમીડ બગ: આ ચૂસિયું નાની નાની ઇયળોમાંથી રસ ચૂસિને મારી નાંખે છે. 9. પ્રેયીંગ મેન્ટીડ: આ કિટક નાની-મોટી જીવાતોને આગલા પગ વડે પકડીને ખાઇ જાય છે. 10.કરોળિયા: બધી જ જાતની નાની જીવાતોને ખાઇ જઇ તેમની વસ્તિ મહદઅંશે ઓછી કરી નાંખે છે. 11. પરભક્ષી પક્ષીઓ: કોળિયો કોશી, બગલા વિગેરે પાક ઉપરની જીવાતો તેમ જ જમીનમાં સંતાયેલા ઇયળ-કિટકોને વીણી લઇ ખાઇ જાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1
અન્ય લેખો