ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચાલો આજે જાણીએ, તડબૂચ ના પાનકોરિયા વિષે !
👉 તડબૂચમાં પાનકોરિયું, ફળમાખી, લાલ અને કાળા મરિયાં, પટ્ટાવાળા કાશિયાં, ચૂસિયાં પ્રકારની જીવાતો નુકસાન કરતી હોય છે. 👉 આ જીવાતો પૈકી પાન કોરિયાનો ઉપદ્રવ શરુઆતથી દેખાય છે. 👉 ઇંડાં પાનની અંદર મૂંકતા હોવાથી આપણને ઇંડાં અવસ્થાનો ખ્યાલ રહેતો નથી. 👉 ઇયળ પાનના બે પડ વચ્ચે રહીને સર્પાકારે લીલો ભાગ કોરી ખાતી હોવાથી પાન ઉપર સર્પાકાર લીટા ઉપસી આવે છે. 👉 વધું પડતા ઉપદ્રવથી છોડનો વિકાસ અટકી પડી પાન સૂકાઇ જઇ ખરી પડતા હોય છે. 👉 વધું પડતા નાયટ્રોજનયુક્ત ખાતરના વપરાશથી આ જીવાતનો ઉપદ્રવ વધે છે. 👉 પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ હજારી ગોટાના છોડ રોપવા. 👉 ખેતરની આજુબાજુ દિવેલાના છોડ હોય તો કાઢી નાખવા. 👉 આ જીવાતથી જે વેલો એકદમ સૂકાઇ જાય તો તેને કાઢી સૂકાઇ ગયેલા પાન સહિત નાશ કરવા. 👉 પીળા ચીકણા (યલો સ્ટીકી) ટ્રેપ ખેતરમાં ગોઠવવા. 👉 વિષ પ્રલોભિકા (ગોળ ૫૦૦ ગ્રામ + ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા ૧૦ મિલિ + શેરડીનો રસ/ વિનેગાર ૨૦ મિલિ + પાણી ૧૦ લી) બનાવી તેમા સૂતરની દોરી (૪૫ સે.મી.) બોળી એક છેડો લટકતો રાખી ૧૦-૧૦ ફૂટના અંતરે વાડીમાં બાંધી લટકાવવી. ઉપર બનાવેલ દ્રાવણ એક અડધી કાપેલ પ્લાસ્ટિક બોટલમાં ભરી ૩-૪ દિવેસે એજ દ્રાવણમાં બોળી લટકાવેલ દોરીઓને ડૂબોળી દર ૩-૪ દિવસે માવજત આપતા રહેવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
10
અન્ય લેખો