ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચાર ટપકાંવાળી ઇયળનું સચોટ નિયંત્રણ
🐛હાલ માં વાતાવરણ અનુસાર મકાઈ ના પાક માં ચાર ટપકાંવાળી ઈયળ જોવા મળે છે. જો તેનું સમયસાર નિયરન્ટ ના થાય તો પાક માં વધુ નુકશાન થાય છે.તો ચાલો જાણીએ આ ઈયળ નું સચોટ નિયત્રંણ વિશે....
🐛ઈયળો પાન પર કોરાણ કરીને ખાતી હોવાથી વધુ ઉપદ્રવ હોય તો ઉપદ્રવિત પાન પર અસંખ્ય અનિયમિત આકારના કાણાં અને ઈયળની હગાર જોવા મળે છે.
ઈયળની હગાર નાના નાના જથ્થામાં લાકડાના વહેર જેવી જોવા મળે છે. છોડની ભૂંગળીમાં સામાન્ય રીતે એકથી બે ઈયળો જોવા મળે છે.
🐛નિયત્રંણ
ઉગાવા પછી જો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી ઘટક ધરાવતી રૈપિજેન દવા 6 મિલિ/પંપ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 9.3% + લેમડા સાયહેલોથ્રીન 4.9% ઝેડસી ઘટક ધરાવતી કોપીગો દવા 6 મિલિ પ્રતિ/પંપ અથવા નોવાલ્યુરોન 5.25% + ઈમાંમેક્ટીન બેન્ઝોએટ 0.9% એસસી ઘટક ધરાવતી યુનોસ્ટાર 35 મિલી/પંપ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!