AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાણક્ય નીતિ ! આવી ન કરો ભૂલો નહીંતર નહીં વર્ષે લક્ષ્મીજી કૃપા !
સમાચારGSTV
ચાણક્ય નીતિ ! આવી ન કરો ભૂલો નહીંતર નહીં વર્ષે લક્ષ્મીજી કૃપા !
👉 આચાર્ય ચાણક્ય દૂરદર્શી અને મહાન રણનીતિકાર હતા. તેમણે ચાણક્ય નીતિ જેવું મહાન ગ્રન્થ લખ્યું છે, જેમાં લોક કલ્યાણની વાતો નીતિઓ તરીકે કહેવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં જણાવવામાં આવેલી વાતોનું પાલન કરે છે, તો તે તેના જીવનને સફળ બનાવી શકે છે. આચાર્ય ચાણક્યએ કેટલીક કુટેવ વિષે જણાવ્યું છે એ કુટેવ થી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે જાણીયે આ કુટેવો વિષે... સવારે મોડે સુધી ઉંઘનાર 👉 આચાર્ય ચાણક્યના કહેવા મુજબ જેઓ વહેલી સવાર સુધી સુતા રહે છે અને સૂર્યોદય થયા પછી પણ પોતાની પથારી છોડતા નથી. આવા લોકો પર ક્યારેય માતા લક્ષ્મીની કૃપા નથી વરસતી. આવા લોકોને ત્યાં હંમેશા ગરીબી હોય છે. શારીરિક ગંદકીવાળા 👉 ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જેઓ ગંદા કપડા પહેરે છે, દાંત સાફ નથી કરતા અને સ્વચ્છતા નથી રાખતા, એવા લોકોને ત્યાં મા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. વધારે ભોજન કરનારા 👉 નીતિશાસ્ત્ર મુજબ, જરૂર કરતા વધારે ખોરાક લેવાનું પણ ગરીબી તરફ દોરી જાય છે. જે લોકો જરૂર કરતા વધારે ખોરાક આરોગે છે, તેમની તબિયત બગડે છે. ઉપરાંત, આવા લોકોને હંમેશાં ખોરાક અને પૈસાની તકલીફ હોય છે. કઠોર વાણી બોલનારા 👉 ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે માણસે હંમેશાં મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિ મીઠી વાતો બોલે છે તે દરેકને પ્રિય હોય છે અને સમાજમાં હંમેશા આદર મેળવે છે. કઠોર વાણીને લીધે માત્ર લોકો સાથેના સંબંધો બગડે છે પરંતુ આવા ઘરમાં મા લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
4