AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાઇનીઝ લીચીની ખેતી કરી ને કરો લાખોની કમાણી!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ચાઇનીઝ લીચીની ખેતી કરી ને કરો લાખોની કમાણી!
🍒મોટાભાગના ખેડૂતો આવી ખેતી કરવાનું પસંદ કરે છે, જેમાં તેમને ઓછો ખર્ચ અને નફો વધુ હોય છે. એવામાં ઘણા ખેડૂતો ચિંતા માં રહે છે કે તેમના માટે કઇ ખેતી કરવી યોગ્ય રહેશે. જો તમને પણ આ વાતને લઇને ચિંતા હોય તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને જણાવીશું કે ચાઇનીઝ લીચી વિશે, જેની ખેતી કરી ખેડૂતો દર વર્ષે લાખોનો નફો કમાઇ શકે છે. ચાઇનીઝ લીચીની ખેતી 🍒ચાઇનીઝ લીચીને લાલ લીચીના નામે પણ ઓળખવામાં આવે છે. આ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવતી વસ્તુ છે. ચાઇનીઝ લીચીની ભારતમાં જ નહી વિદેશમાં પણ ખૂબ ડિમાન્ડ રહે છે. વધુ ડિમાન્ડ હોવાથી તેની સારી એવી કિંમત મળે છે. ખેડૂતો તેની ખેતી કરી દર વર્ષે મોટો નફો કમાઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે ચાઇનીઝ લીચીની ખેતીમાં ઓછી મહેનત અને સમય લાગે છે. ખેડૂતોને મળશે નફો 🍒તમે કેરીના બગીચાની સાથે લીચીની ખેતી પણ કરી શકો છો. વધુ માંગને કારણે ઘણા ખેડૂતોએ ચાઈનીઝ લીચીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. એક ખેડૂત અઢીથી ત્રણ મહિના લીચીની ખેતી કરીને અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનો નફો કમાઈ શકે છે. લીચીની ખેતી કર્યા બાદ ખેડૂતો સારો નફો મેળવી શકે છે. લીચીના પ્રકાર 🍒આમ તો લીચી બે પ્રકારની હોય છે એક તો શાહી લીચી તો બીજી ચાઇનીઝ લીચી. શાહી લીચીનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે અને આ તૈયાર થવામાં સમય લાગે છે. તો બીજી તરફ ચાઇનીઝ લીચી ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે અને સ્વાદમાં મીઠી લાગે છે. ખેડૂતો બંનેની ખેતી કરીને સારો નફો કમાઇ શકે છે. ચાઇનીઝ લીચીની ખેતી કરવામાં ખર્ચ ઓછો થાય છે પરંતુ તેમાં પાણી થોડું વધુ જોઇએ છે. આ ખેતીમાં કીટનાશક દવાઓનો છંટકાવ સમયાંતરે કરવો પડે છે. લીચીની ઉપજ 🍒તમે વરસાદ સુધી રાહ જોઇ શકો છો કારણ કે વરસાદ પછી ઝાડનું ફળ થોડું મીઠું થઇ જાય છે. ઉનાળામાં હીટ વેવને કારણે લીચીના ઉત્પાદન પર થોડી અસર થઈ શકે છે. તેથી ખેતી કરતી વખતે થોડી કાળજી લેવી જરૂરી છે. બજારમાં ચાઈનીઝ લીચીની વધુ માંગ છે અને તેની કિંમત પણ ઉંચી છે. તેનાથી ખેડૂતને ઘણો ફાયદો થઈ શકે છે. ચાઈનીઝ લીચી અન્ય જાતો કરતા વધુ ઉપજ આપે છે. ચાઈનીઝ લીચીની ખેતી ખેડૂતો માટે ખૂબ જ નફાકારક વ્યવસાય બની શકે છે. જો તમે તેની ખેતી શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0
અન્ય લેખો