એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા માં સુકારો !
શરુઆતમાં છોડના પાન પીળા પડી સુકાવા લાગે છે. છોડના મૂળ કાળા થઇ કહોવાય છે. જો ચણા કાર્બેન્ડાઝીમ કે ટ્રાયકોડર્મા દવાનો પટ આપીને વાવણી કરેલ હોય તો આ રોગની તીવ્રતા ઓછી રહે છે. આ રોગ જમીનજન્ય હોવાથી નિયંત્રણ કરવુ અઘરુ બને છે. ટ્રાયકોડર્માનું જમીનમાં ડ્રેંચીંગ કરવાથી થોડી રાહત જરુર મળે છે. જે ખેતરમાં દર વર્ષે આ રોગ આવતો હોય તો પાકની ફેરબદલી કરવી. આ રોગથી અસરગ્રસ્થ છોડ ખેતરમાંથી કાઢી નાશ કરવાથી રોગને આગળ વધતો અટકાવી શકાય. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
26
9
અન્ય લેખો