AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા માં પોપટા કોરીખાનાર ઇયળનું સંકલિત નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા માં પોપટા કોરીખાનાર ઇયળનું સંકલિત નિયંત્રણ !
👉આ ઇયળો અતિશય ખાઉધરી અને બહુભોજી છે. 👉ચણા માં પોપટા બેસે ત્યારે તે પોપટામાં કાણું પાડી વિકસતા દાણાને નુકસાન કરે છે. 👉કેટલીકવાર ઇયળ પોપટામાં ઉતરી જઇ વિકસતા દાણાંને સંપૂર્ણપણે ખાઇ જાય છે. 👉લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં એક લાઇટ ટ્રેપ ગોઠવવું. 👉આ ઇયળનું એન.પી.વી. 250 એલ.વી.નો છંટકાવ કરવો. 👉ઇયળને ભક્ષણ કરતા પક્ષીને આકર્ષવા માટે ખેતરમાં બેલીખેડા (ટી પર્ચીસ) ગોઠવવા. 👉પરભક્ષી પક્ષીઓને લલચાવા માટે ખેતરની ફરતે મમરા વેરવા. 👉શરુઆતમાં બ્યુવેરિયા બેઝિયાના, ફૂગ આધારિત પાવડર ૪૦ ગ્રા અથવા બીટી, જીવાણુંયુકત પાવડર ૧૫ ગ્રા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉લીલા પોપટાના વેચાણ માટે કરેલ પાકમાં રાસાયણિક દવાઓ ન છાંટતા લીમડા આધારિત તૈયાર દવાઓનો છંટકાવ કરવો. 👉નફ્ફટિયા/ અરડુશી/ કડવી મેદી/ જેટ્રોફાના પાનનો ૫%નું દ્રાવણ પણ અસરકારક છે. 👉શક્ય હોય તો ખેતરની આજુબાજુ હજારીગોટાના છોડ રોપવા. 👉વધુ ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ફ્લુબેન્ડિએમાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 👉દાણામાં દવાના રહી જતા અવશેષોને ધ્યાને લઇ છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચે ૧૧ થી ૨૩ દિવસનો ગાળો રાખવો. 👉મોટી અને છેલ્લી અવસ્થાએ પહોંચેલ ઇયળ રાસાયણિક દવાથી પણ મરતી નથી તેવી ઇયળો હાથથી વીણીને નાશ કરવી. https://youtu.be/06LztlqoIhg 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-563,AGS-CP-629,AGS-CP-661,AGS-CP-731,AGS-CP-600,AGS-CP-374AGS-CP-664AGS-CP-369&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
10