જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા પાકમાં પોપટા કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ
સામાન્ય રીતે, પોપટા કોરી ખાનાર ઈયળ ફૂલ અવસ્થાએ જોવા મળે છે શાખાઓની વૃદ્ધિ, કળીનો ઝડપી વિકાસ અને નરમ પાંદડાઓની વધુ સંખ્યામાં હોવાથી આ ઈયળના પ્રકોપ માટે અનુકૂળ લક્ષણો છે. પોપટા કોરી ખાનાર ઈયળનું નિયંત્રણ નીચે મુજબ છે._x000D_ નિયંત્રણ:_x000D_ • આ ઈયળનું નિયંત્રણ કરવા માટે પાકનું ફેરબદલી કરવી._x000D_ • ફૂલ અવસ્થા પહેલા પ્રતિ એકરે 5 ફેરોમોન ટ્રેપ લગાવવી._x000D_ • પુખ્ત પતંગ જાળમાં ફસાઈ જતા 5% લીમડાના અર્કનો છંટકાવ કરવો લીમડાના અર્કમાં સ્ટીકરનો ઉપયોગ કરો._x000D_ • જરૂરી મુજબ એક એકરમાં લાઈટ ટ્રેપ લગાડવાથી આ જીવાતોને કાબૂમાં રાખી શકાય છે._x000D_ • 1 એકર ખેતરમાં, 3-4 લાકડાની ‘ટી’ આકારની લાકડી સ્થાપિત કરો. જેથી પક્ષીઓને તેના પર બેસવાની અને કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ થશે._x000D_ • જીવાતના જૈવિક નિયંત્રણ માટે, એચ.એ.એન.પી.વી. 250 એલ.ઇજી. 100 મિલી પ્રતિ 200 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો._x000D_ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
145
0
અન્ય લેખો