AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
જમીન: જે ખેડૂતોને ચણાનું વાવેતર કરવાનું છે તેઓએ ધ્યાન રાખવું કે સારી ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી કાળી અથવા મધ્યમ કાંપવાળી જમીનમાં ચણા ખૂબ સારા થાય છે. આમ છતાં ગોરાડુ અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. 🚜જમીન તૈયારી : પિયત વિસ્તારમાં હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખીને દાંતી , રાંપ , સમારથી જમીન તૈયાર કરવી . 📣વાવણી સમય : નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન પિયત ચણાની જાતોનું વાવેતર કરવું. બિનપિયત ચણાની જાતોનું વાવેતર ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી કરી શકાય. આવતા અંક માં વાંચીશું બીજ દર, અંતર અને બીજ માવજત.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
32
12