AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ! ( ભાગ-2 )
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ! ( ભાગ-2 )
"બીજનો દર અને અંતર : 👉🏻 બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી.ના અંતર મુજબ હેકટરે ૬૦ કિલો પ્રમાણે ચણા વાવવા. 👉🏻 જો મોટા દાણાવાળી ગુજરાત અને ગુજરાત –૩ જેવી જાતો વાવવી હોય તો હેકટરે ૭૫ થી ૮૦ કિલોનું પ્રમાણ રાખવું. 👉🏻 જરૂર કરતાં વધારે અંતરે વાવવાથી છોડની વાનસ્પતિક વૃધ્ધિ થાય છે અને છોડ મોટા અને ઊંચા વધી જાય છે. બીજ માવજત: 👉🏻 વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. 👉🏻 રોગ સામે રક્ષણ માટે એક કિલો બિયારણમાં ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ 3 ગ્રામ અને થાયરમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી 4 ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. 👉🏻 આ દવાથી સુકારા જેવા બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે. ઉપર જણાવેલ તમામ પ્રોડક્ટ માંથી કોઈ પ્રોડક્ટ ખરીદીવા માટે હમણાં જ ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-702,AGS-CP-573&pageName="
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
62
14