AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં સુકારો/ મૂળનો કોહવારો આવે છે?? 
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચણામાં સુકારો/ મૂળનો કોહવારો આવે છે?? 
👉 આ વખતે આ માવજત આપ્યા પછી જ વાવણી કરો. 👉 સામાન્યરીતે ચણા ઉગ્યા પછી ગમે તે સમયે સુકારાનો રોગ આવી શકે છે. વધુમાં કેટલીક વાર ચણાના મૂળને પણ કહોવારો લાગુ પડતો હોય છે. 👉 આવા રોગની તીવ્રતા ઓછી કરવા માટે વાવતા પહેલા બીજની માવજત અવશ્ય કરવી. આ માટે ટેબુકોનાઝોલ ૫.૪% એફએસ ૨૫-૩૦ મિલિ અથવા થાયોફેનેટ મીથાઇલ ૪૫% + પાયરેક્લોસ્ટ્રોબીન ૫% એફએસ ૪૦ મિલિ અથવા કાર્બોક્ઝીન ૩૭.૫% + થાઈરમ ૩૭.૫% ડબલ્યુએસ ૩૦૦ ગ્રામ પ્રતિ ૧૦૦ કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપીને ચણાનું વાવેતર કરવું. આની અવેજીમાં ટ્રાયકોડર્મા વીરીડી ૧% ડબલ્યુપી જૈવિક ફૂગનાશક ૫૦૦ ગ્રામ પ્રતિ ૧૦૦ કિ.ગ્રા. બીયારણ પ્રમાણે પણ બીની માવજત કરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
10