AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં ફળ છેદક કીટનું જીવન ચક્ર
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણામાં ફળ છેદક કીટનું જીવન ચક્ર
નુકસાન: આ કીટ સમગ્ર વર્ષ દરમ્યાન સક્રિય રહે છે. તે નવેમ્બરથી માર્ચ મહિના સુધી ચણાના પાકને નુકસાન પહોંચાડે છે. શરૂઆતમાં તે પાંદડા ખાય છે પછી જ્યારે પોપટા આવે છે ત્યારે કાણું કરીને અડધી અંદર અને અડધી બહાર રહે છે. જે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. ફળ છેદકને કારણે ઉત્પાદનમાં લગભગ 50 થી 60% જેટલું નુકસાન થાય છે. ચણા ઉપરાંત તુવેર, વટાણા અન્ય કૃષિ અને બાગાયતી પાક પર પણ નુકશાન કરે છે. જીવાતના ઇંડા: માદા ફળ છેદક જીવાતના ઈંડા છોડના કોમળ ભાગો પાંદડા અને ફૂલો પર એક-એક ચમકીલા, મલાઈ રંગના 500 થી 1000 ઇંડા મૂકે છે. આ ઇંડા 2 થી 3 દિવસમાંથી બહાર આવે છે. ઈયળ : ઇંડામાંથી બહાર આવ્યા પછી ઈયળ હળવા લીલા રંગની 2-2.5 મીમી લાંબી હોય છે. તે શરૂઆતમાં નરમ પાન પર જીવન વિતાવે છે અને શીંગ આવતા તેમાં પ્રવેશ કરી દાણાને ખાય છે. ઈયળ તેના જીવનકાળમાં ત્વચાને 4 વખત ઉતારે છે. તેને પૂર્ણ વિકાસ કરવામાં 20 થી 25 દિવસનો સમય લાગે છે. પૂર્ણ વિકસિત ઈયળની લંબાઈ 35 મીમી હોય છે. તેનો રંગ આછો લીલો અને પીળા રંગની લાઈન હોય છે. પ્યુપા (કોષિત અવસ્થા): પ્યુપામાં ફેરવાતા પહેલા પોપટા માંથી બહાર નીકળીને જમીનની અંદર 8 થી 12 સેન્ટિમીટર જઈ બને કોષ અવસ્થામાં રૂપાંતર કરે છે. પુખ્ત વય: પુખ્ત જીવાતનો રંગ આછો ભુરો સ્લેટીય હોય છે શરીર પર બદામી ભૂરા રંગના વાળ હોય છે. તેની લંબાઈ 20 થી 25 મીમી હોય છે.
નિયંત્રણ: • ફળ છેદકને મારવાવાળાં મિત્ર કીટ અને પરોપજીવીઓનો બ્લેકવર્ની, વગેરે નો ઉપયોગ કરો. • પ્રોફેનોફોસ 50 ઇસી @ 2 મિલી પ્રતિ લિટર, ઈન્ડોકસાકાર્બ 14.5% એસસી @ 0.5 મિલી અથવા સ્પિનોસેડ 45% એસસી @ 0.1 મિલી અથવા 2.5 મિલી કલોરોપાયરીફોસ 20 ઇસી પ્રતિ લિટર પાણી મુજબ છંટકાવ કરવો. સંદર્ભ: સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
123
0