ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચણામાં પોપટા કોરીખાનાર ઈયળનું કરો નિયંત્રણ.
🐛ચણાના પાકમાં અત્યારે પોપટા કોરીખાનાર ઈયળનો પ્રશ્ન વધુ જોવા મળે છે.અને જો આ ઈયળનું સમયસર નિયંત્રણ કરવામાં ના આવે તો પાક ઉત્પાદનમાં ઘણું નુકશાન થાય છે. તો ચાલો જાણીયે તેના નિયંત્રણ વિશે સચોટ ઉપાય.
Image-1&2
🐛ઈયળ લીલા ભૂખરા રંગની, બંને બાજુએ કાળાશ પડતી રેખાવાળી અને શરીર પર ટાછવાયા ટૂકાં સફેદ વાળ ધરાવે છે. ફુદાં ઝાંખા પીળાશ પડતા, તપખીરીયા રંગના હોય છે. તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના પર પાછળના ભાગે એક કાળું ટપકું આવેલું હોય છે.
Image-3&4
🐛આ ઈયળ પાકની વાનસ્પતિક વિકાસ ની અવસ્થા માં છોડ ના પાન ખાય છે અને છોડ ને ઝાંખરા જેવી કરી નાખે છે. જ્યારે પોપટા ની અવસ્થા માં હુમલો કરે ત્યારે પોપટા માં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે.
🐛જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીયે તો અમેઝ એક્ષ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામ અને જરૂર પડે તો બીજા છંટકાવમાં રેપિજિન (ક્લોરેન્ટ્રાનીલિપ્રોલ ૧૮.૫% SC) @ ૬ મિલી / ૧૫ લીટર
પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.