સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચણાની પોપટા કોરી ખાનાર ઇયળ!
✡️ ફૂલ અને પોપટા બેસવાની અવસ્થાએ લીલી ઇયળ કે જે પોપટા કોરી ખાનાર ઇયળ તરીકે પણ ઓળખાય છે તેનો ઉપદ્રવ ચોક્ક્સ જોવા મળશે હશે.
✡️ ઇયળ તેની શરુઆતની અવસ્થાએ કુમળા પાન અને પોપટા ઉપર ઘસરકા પાડી નુકસાન કરતી હોય છે અને મોટી થતા તે પોપટામાં ઉતરી જઇ તેમા વિકસતા દાણાને ખાઇ જઈ નુકસાન પહોંચાડે છે.
✡️ આ ઇયળ અતિશય ખાઉધરી અને બહુભોજી જીવાત ગણાય છે.
✡️ કેટલીકવાર આખી ઇયળ પોપટામાં ઉતરી જઈ દાણાને ખાતી જોવા મળતી હોય છે.
✡️ ઇયળને ભક્ષણ કરતા પક્ષીને આકર્ષવા માટે ખેતરમાં બેલીખેડા (ટી પર્ચીસ) ગોઠવવા.
✡️ શરુઆતમાં બ્યુવેરિયા બેઝિયાના ફૂગ આધારિત પાવડર 70 ગ્રામ અથવા બીટી, જીવાણુંયુકત પાવડર ૧૫ ગ્રા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
✡️ લીલા પોપટાના વેચાણ માટે કરેલ પાકમાં રાસાયણિક દવાઓ ન છાંટતા લીમડા આધારિત તૈયાર દવાઓનો છંટકાવ કરવો જેમ કે ૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી વાળી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે.
✡️ શક્ય હોય તો ખેતરની આજુબાજુ હજારીગોટાના છોડ રોપવા.
✡️ વધુ ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 10 ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૮.૩૩% + ડેલ્ટામેથ્રિન ૫.૫૬% એસસી 8 મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
✡️ દવાના અવશેષોને ઓછા રહે તે માટે છંટકાવ અને કાપણી વચ્ચે ૧૧-૨૩ દિવસનો ગાળો રાખવો.
✡️ દવાની અસરકારકતા વધારવા માટે દ્રાવણમાં લીમડાનું તેલ ૫૦ મિલિ પ્રતિ પમ્પ પ્રમાણે ઉમેરવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.