AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાની ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણાની ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન
• જો શીંગ કોરી ખાનાર ઈયળ પાકના નુકશાનનું મુખ્ય કારણ હોય તો દર વર્ષે એક જ ખેતરમાં ચણાની વાવણી કરવાનું ટાળો. ખરીફ મોસમમાં આ ઉપદ્રવ ટાળવા માટે બાજરી, જુવાર અથવા મગફળીના ખેતરમાં ચણાનું વાવેતર કરવું જોઈએ. • વાવણી પહેલાં ઉનાળામાં જમીનનું બે વાર ખેડ કરવી. . જેથી ઊંડા ખેડાણને લીધે શીંગ કોરી ખાનાર ઈયળ સપાટી પર આવે છે અને તે સૂર્યની ગરમીથી નાશ પામે છે અને પક્ષીઓ તેને ખાઈ જાય છે. • પાક લીધા પછી છોડ ના બિનઉપયોગી ભાગ અને જંગલી ઘાસને બાળી નાખવું જોઇએ. • વાવણી માટે ભલામણ કરેલ જાતોનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે વિજય, દિગ્વિજય, જેકી, વિરાટ. • વાવણી કરતાં પહેલાં બીજને કિલો દીઠ 4-5 ગ્રામ ટ્રાઈકોડરમાં અથવા 1.5 થી 2 ગ્રામ કાર્બેન્ડેઝિમ ની બીજ માવજત કરવી જોઈએ. જેથી પ્રારંભિક તબક્કામાં પાકમાં ગંભીર રોગોથી બચાવવામાં મદદ મળશે અને પાક સુરક્ષિત રહેશે. • ઘઉં, અરસી અથવા સરસવ, ધાન્યને આંતરપાક તરીકે ઉગાડવા જોઈએ કારણ કે તેઓ શીંગ ફોલી ખાતા ઈયળના ઉપદ્રવમાં ઘટાડો કરે છે. • એક મહિના સુધી ચણાના પાકને નીંદામણ મુકત રાખવું. • જો સંપૂર્ણપણે વૃદ્ધિ પામેલી ઈયળ દેખાય તો તેને કચડી નાખીને અથવા પાણીમાં મિશ્ર કરેલા કેરોસીનમાં ફેંકીને તેમનો નાશ કરવો જોઈએ.
• વાંસના આધારે ઘાસના પૂડા ઉભા કરીને કરીને શીંગ ફોલી ખાનાર ઈયળના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છે._x000D_ • પરોપજીવી જંતુઓ પર છંટકાવ કરવા માટે ભલામણ કર્યા મુજબ 5% લીમડાના અર્કનો ઉપયોગ કરો, જે શીંગ ફોલી ખાનાર ઈયળના કારણે થતાં નુકસાનને અસરકારક રીતે નિયંત્રિત કરશે._x000D_ _x000D_ અગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 28 નવેમ્બર 18
340
2