AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાના ઉત્પાદન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણાના ઉત્પાદન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ
ભારતમાં ચણા નું વાવેતર મુખ્યત્વે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને બિહારમાં કરવામાં આવે છે. દેશના કુલ ચણાના ઉત્પાદન માંથી લગભગ 92 ટકા હિસ્સો આ રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે.
આબોહવા: ચણા એક શુષ્ક અને ઠંડા વાતાવરણનો પાક છે. ફૂલ અવસ્થા દરમ્યાન વરસાદ નુકશાનકારક છે કારણ કે વરસાદને લીધે ફૂલની પરાગરજ ચોંટી જાય છે જેમાંથી બીજ બનતા નથી. ચણા ની ખેતી માટે 24-30 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. જમીન: સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણાનો પાક ખૂબ જ સારો થાય છે. આમ છતાં ગોરાડું તેમજ રેતાળ જમીનમાં પણ વાવેતર કરી શકાય છે. ખેતરની તૈયારી: ચણા માટે જમીનને વધારે ભરભરી બનાવવાની જરૂર નથી. વાવણી માટે ખેતર ને તૈયારી કરતી સમયે 2-3 ખેડ કરીને જમીનને સમતલ કરી લેવી જોઇએ. વાવણીનો સમય: સામાન્ય રીતે, ચણાની વાવણીનો સમય 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે વાવણી માટે શ્રેષ્ઠ છે. બીજ દર: ચણાના બીજની માત્રા દાણા નો આકાર, વાવણીનો સમય અને જમીનની ફળદ્રુપતા પર આધારીત છે. દેશી નાના દાણા વાળી જાતોના 30 કિલો / એકર, મધ્યમ દાણા વાળી જાતોના 35 કિગ્રા / એકર અને મોટા દાણાની જાતોમાં 40 કિલો/એકર ના દરે વાવેતર કરવું. બીજની સારવાર: ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગ રોકવા માટે થાઇરમ 2 ગ્રામ + કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ પ્રતિ કિલો બીજ મુજબ ઉપચાર કરવો અથવા ટ્રાયકોડર્મા 4 ગ્રામ + વીટાવેક્સ 2 ગ્રામ / પ્રતિ કિલો બીજની સારવાર કરવી. ખાતર વ્યવસ્થાપન: ચણાની સારી ઉપજ મેળવવા માટે 50 કિલો ડીએપી, 15 કિલો મ્યુરેટ ઓફ પોટાશ ખાતર પ્રતિ એકર પાકની વાવણી સમયે આપવું જોઈએ. પિયત: ચણામાં સામાન્ય રીતે એક કે બે પિયતની જરૂર પડે છે, વધુ પિયતથી છોડની વૃદ્ધિ વધી જાય અને ઉત્પાદન ઘટી શકે છે. પ્રથમ પિયત વાવણીના લગભગ 40-45 દિવસ પછી અને બીજું પિયત 60-65 દિવસ પછી આપવું. ખૂંટણ: ત્રીસ દિવસ પછી છોડની ઉપરની ટોચ કાપવી જોઈએ જેથી વધુ શાખાઓ અને વધુ ફૂલો આવે જેથી વધુ ઉત્પાદન મળી રહે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
398
1