મોન્સૂન સમાચારVTV ગુજરાતી
ઘેરાયા ચિંતા ના વાદળો, વરસાદ ની સંતાકૂકડી, ખેડૂતો બેહાલ !
👉 રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ નહીંવત જોવા મળી રહી છે હવામાને વધુ જણાવતા કહ્યું કે ગુજરાતમાં જરૂર મુજબ જોઈએ એવો વરસાદ પડ્યો નથી રાજ્યમાં હજુ 44 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાનની વિભાગની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ થશે સક્રિય
👉 મહત્વનું છે કે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે તે બાદ ગુજરાતની શક્યાતા જોવા મળી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ રાજ્યના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, ખેતીની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળી શકતા હવે તેમને તૈયાર થયેલો પાક બગડે નહીં તેની ચિંતા સતાવી રહી છે.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Nakum Ashok.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.