ઘાસચારા પાક રજકા ની ખેતી પદ્ધતિ !
પશુપાલનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઘાસચારા પાક રજકા ની ખેતી પદ્ધતિ !
જમીન સારા નિતારવાળી ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીન જમીનની તૈયારી ટ્રેકટર અથવા હળ થી જમીન બરાબર ખેડી, સમાર મારીને સમતલ કરવી. હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખી બરાબર ભેળવી યોગ્ય માપના ક્યારાઓ તૈયાર કરવા. સુધારેલી જાતો જીએયુએલ-૧ (આણંદ-ર),જીએયુએલ-ર (એસએસ-૬૨૭), આણંદ રજકો-૩ બીજ દર બિયારણનો દર એક હેક્ટરે 10 થી 15 કિલો રાખવો. વાવતા પહેલાં બીજને રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો. વાવણી સમય રજકાની વાવણી નવેમ્બરના બીજા-ત્રીજા અઠવાડિયા દરમ્યાન કરવી. વાવણી અંતર બે હાર વચ્ચે ર૫-૩૦ સે.મી.ના અંતરે વાવણી કરવી. ખાતર વાવણી વખતે પાયામાં હેકટરે ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ આપવો. પિયત વાવણી પછી પ્રથમ પિયત તૃરત જ હળવું આપવું. બીજુ પિયત એક અઠવાડિયે આપવું અને ત્યારબાદ શિયાળામાં ૧૦ થી ૧૨ દિવસના અંતરે પિયત આપવું. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ક્લિક કરો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતી ને લાઈક કરીને ને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
28
4
અન્ય લેખો