AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘાસચારા પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઘાસચારા પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ!
🌿બિયારણ દર: 12 થી 15 કિલો પ્રતિ એકર વાવણી અંતર:- બે ચાસ વચ્ચે 30 સેમી અને બે છોડ વચ્ચે 15 સેમી રાખવું. 🌿વાવણી સમય:- ઉનાળુ વાવતેર: ફેબ્રુઆરી થી માર્ચ સુધી ચોમાસું વાવતેર: મે થી ઓગસ્ટ સુધી કરવું. 🌿વાવણી પદ્ધતિ:- છાંટીને વાવેતર કરી શકાય અથવા પેરી ને વાવેતર કરી શકાય. 🌿ખાતર વ્યવસ્થાપન:- પાયામાં : 45 કિલો યુરિયા +  4 કિલો ભૂમિકા /એકર આપવું. પ્રથમ કાપણી બાદ 25 થી 30 કિલો યુરિયા પ્રતિ એકર પ્રમાણે આપવું. દરેક કાપણી પછી પિયત પહેલા યુરિયા આપવું . પાકના ઝડપી વિકાસ માટે નાઈટ્રોજન તત્વ જરૂરી છે. 🌿એગ્રોસ્ટાર લઇને આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઘાસચારાનું બિયારણ: - જે ખેડૂતમિત્રો ઘાસચારાનું વાવેતર કરતા હોય એવા ખેડૂતમિત્રો માટે એગ્રોસ્ટાર લાવ્યું છે વધુ ઉત્પાદન આપતુ ઘાસચારાની જાત.આ જાતનું નામ છે એગ્રોસ્ટાર ૬૨૨૧ એસએસજી જે વધારે પ્રોટીન તેમજ ખાવામાં નરમ અને મીઠાસ ધરાવતી તથા નરમ અને જાડા થડ જેથી બિલકુલ ઢળવાની સમસ્યા નહીવત. વાવેતરના ૪૫ દિવસે પ્રથમ કાપણી ત્યારબાદ ૨૫ થી ૩૦ દિવસે બીજી કાપણી કરી શકાય તેવું બિયારણ 🌿કાપણી:- વધારે ચારો મેળવવા માટે પાક ૫ ફૂટ નો થાય ત્યારે કાપણી કરવી . પ્રથમ કાપણી બાદ 25 થી 30 દિવસે બીજી કાપણી કરી શકાય. વધારે વાઢ મેળવવા માટે આ ઘાસ જમીનથી 6 ઇંચ ઉપર થી કાપવી જેથી બીજી વખતે વધારે ફૂટ મેળવી શકાય . 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
23
1