AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘર પર બનાવો સંતુલિત પશુ આહાર
પશુપાલનAgrostar
ઘર પર બનાવો સંતુલિત પશુ આહાર
સંતુલિત પશુ આહાર પશુઓ માટે ખૂબ જ જરૂરી છે કારણ કે સંતુલિત આહારમાંથી પશુમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધે છે, સાથે સાથે પશુઓ સ્વસ્થ પણ રહે છે.આ કોઈ મુશ્કેલ કામ નથી, સંતુલિત આહાર સરળતાથી બનાવી શકાય છે. સંતુલિત પશુઆહાર કેવી રીતે ઘર પર જ બનાવી શકાય તેની રીત આ પ્રકારે છે. સો કિલો સંતુલિત આહાર બનાવવાની રીત: • અનાજ (મકાઈ,જવ, ઘઉં, બાજરી) તેની માત્રા લગભગ 35 ટકા હોવી જોઈએ. • પાપડી (સરસો ની ખલી, મગફળીની ખલી) ની માત્રા લગભગ 32 કિલો હોવી જોઈએ. આમાંથી કોઈ એક ખલી અનાજમાં મેળવી શકાય. • ભુસુ (ઘઉં, ચણા, દાળ, ડાંગર) આશરે 35 કિલો. • ખનિજ મિશ્રણની માત્રા 2 કિલો, મીઠું 1 કિલો. આ બધું જ લખેલી માત્ર મુજબ પશુ ને ખવડાવી શકો છો. કેટલી પ્રમાણમાં ખવડાવશો સંતુલિત દાણાનું મિશ્રણ • ગાય માટે 1.5 કિલો અને ભેંસ માટે 2 કિલો પ્રતિ દિવસ. • દુજણી ગાયના 1 લિટર દૂધ મુજબ 400 ગ્રામ અને ભેંસ માટે લિટર દૂધ મુજબ 500 ગ્રામ વધુ આહાર આપવો. • છ મહિનાથી ઉપરની ગાભણ ગાય અથવા ભેંસને 1 થી 1.5 કિલો આહાર દરરોજ આપવો જોઈએ. • બચ્ચાં માટે 1 કિલો થી 2.5 કિલો સુધી આહાર પ્રતિ દિવસ તેમની ઉમર અથવા વજન મુજબ આપવું જોઈએ. સંદર્ભ : Agrostar
576
1
અન્ય લેખો