નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, મહિને 45 હજાર રૂપિયાની આવક થશે !
આજે અમે અહીં આપને એક ખાસ બિઝનેસ વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમાં આપ ઓછા પૈસા વધારે નફો રળી શકશો. આ બિઝનેસ છે હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગનો. આ ખેતીની એક આધુનિક ટેકનિક છે. આ ટેકનિકમાં માટ્ટી વગર ખેતી કરવામાં આવે છે. હાઈડ્રોપોનિક ખેતીમાાં ફક્ત પાણીમાં અથવા પાણી સાથે રેતી અને કંકરામાં છોડ ઉગાવામાં આવે છે.
રીત :
હાઈડ્રોપોનિક ખેતીમાં પાઈપનો ઉપયોગ કરીને છોડ ઉગાડવામાં આવે છે. પાઈપમાં નાના નાના છેદ કરવામાં આવે છે. જેમાં છોડ લગાવામાં આવે છે. છોડના મૂળ પાઈપમાં રહેલા પોષક તત્વોથી ભરેલા પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી ફોસ્ફોરસ, નાઈટ્રોજન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટાશ, જિંક, સલ્ફર, આયરન જેવા પોષક તત્વો અને ખનિજ પદાર્થોને એક નિશ્ચિત માત્રામાં ભેળવીને ઘોળ તૈયાર કરવામાં આવે છે. આ ઘોળને નિર્ધારિત કરવામાં આવેલા સમયના અંતરાલ પર પાણીમાં મિલાવામાં આવે છે. જેમાં છોડને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે.
આ ઉપરાંત આપ ઘરની છત પર પણ તેની શરૂઆત કરી શકો છો. 100 વર્ગ ફૂટમાં લગભગ 200 છોડને ઉગાડવામાં આવે છે. તેના માટે ઓછામાં ઓછા 25 હજારથી લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેની શરૂઆત કરી શકાય છે.
આ ટેકનિકના માધ્યમથી નાના છોડવાળા પાકની ખેતી કરી શકાય છે. જેમાં ગાજર, બિટ, કાકડી, મૂળા, બટાટા, શિમલા મિર્ચી, વટાણા, સ્ટ્રોબરી, બ્લેકબેરી, બ્લૂબેરી, તરબૂચ, શક્કરટેટી, અજમો, તુલસી વગેરે…
આ ટેકનિકથી ખેડૂત વધારેમાં વધારે લાભ કમાઈ શકશે. જો આપ નાના સ્તરે તેની શરૂઆત કરવામાં માગો છો, તો આપ 100 વર્ગ ફૂટની જગ્યામાં તેને લગાવી શકો છો, તેમાં આપને 50,000થી 60,000 રૂપિયા સુધીનો ખર્ચો આવશે પણ આ પધ્ધતિ થી ઓછી જમીન માં સારો એવો નફો મેળવી શકાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.