AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરે બેઠા શરુ કરો આ બિઝનેસ અને કમાવો હજારો રૂપિયા !
બિઝનેસ ફંડાGSTV
ઘરે બેઠા શરુ કરો આ બિઝનેસ અને કમાવો હજારો રૂપિયા !
📣 આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધુ ખર્ચ કરવાની જરૂર નથી અને તમે આમાંથી લાખો રૂપિયા કમાઈ શકો છો. આ બિઝનેસ નેચરલ મેડિસિનલ પ્લાન્ટની ખેતીનો છે. આજકાલ નેચરલ પ્રોડક્ટની ખૂબ જ માંગ છે. એટલા માટે ઘણી કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ઔષધિઓની ખેતી કરાવી રહી છે. તેમની ખેતી શરૂ કરવા માટે, તમારે માત્ર થોડા હજાર રૂપિયા ખર્ચવાની જરૂર છે, પરંતુ કમાણી લાખોમાં થાય છે. આ ખેતી શરૂ કરવા માટે વધુ મોટી જમીનની જરૂર નથી. આમાં, ઓછા ખર્ચે લાંબા ગાળે કમાણી કરી શકાય છે. 🌱 આની છે સૌથી વધુ ડિમાન્ડ: નેચરલ દવાઓ અને પ્રોડક્ટની હંમેશા માંગ રહેતી હતી, પરંતુ કોરોનામાં તેમની માંગ વધુ વધી છે. આજકાલ દરેક ઘરમાં હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. આ પ્રોડક્ટ્સ માટે તુલસી, આર્ટીમિસિયા એન્યુઆ, એલોવેરા, મુલેઠી, આતિશ, કુઠ, કુટકી, કરંજા, કપિકાચુ અને શંખપુષ્પી જેવી વસ્તુઓ જરૂરી છે. આમાંથી કેટલાક છોડ નાના કુંડામાં પણ ઉગાડી શકાય છે. તમે તેને સરળતાથી તમારા ઘરમાં અથવા પ્લોટમાં ઉગાડી શકો છો. કેટલાક લોકો આ હર્બલ પ્લાન્ટ ઘરોની છત પરના કુંડામાં ઉગાડી રહ્યા છે. આ માટે તમારે માત્ર થોડા હજાર રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ આ સાથે તમે લાખો રૂપિયા કમાઈ શકશો. અત્યારે દેશની ઘણી કંપનીઓ આ પાક ઉગાડવા અને ખરીદવા માટે કોન્ટ્રાક્ટ આપે છે. 🌺 હર્બલ પ્રોડક્ટ્સનું કરોડોનું માર્કેટ છે: એક રિપોર્ટ અનુસાર, દેશમાં હર્બલ પ્રોડક્ટ્સનું માર્કેટ લગભગ 50,000 કરોડ રૂપિયાનું છે, જે વાર્ષિક 15 ટકાના દરે વધી રહ્યું છે. જડીબુટ્ટીઓ અને સુગંધિત છોડ માટે વાવેતર હેઠળનો વિસ્તાર હજુ પણ આના કરતા ઘણો ઓછો છે. જોકે તે વાર્ષિક 10 ટકાના દરે વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં કુલ 1058.1 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. તેમાંથી માત્ર 6.34 લાખ હેક્ટરમાં જડીબુટ્ટીઓ અને સુગંધિત છોડ વાવેલા છે. 👨‍🌾 આટલી કમાણી થશે: આ તમામ હર્બલ પ્રોડક્ટ્સની ખેતીથી ઘણા પૈસા મળે છે. તુલસીના છોડ વિશે તો તમે જાણતા જ હશો. તુલસી મોટે ભાગે ધર્મ સાથે સાંકળીને જોવામાં આવે છે પરંતુ તેમાં ઘણા ઐષધીય ગુણો છે. તેમાં યુજીનોલ અને મિથાઈલ સિનામેટ હોય છે, જેનો ઉપયોગ કેન્સરની દવા બનાવવા માટે થાય છે. આ કારણોસર, બજારમાં તેની ઘણી માંગ છે. 1 હેક્ટરમાં તુલસી ઉગાડવા માટે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ 3 મહિના પછી આ પાક લગભગ 3 લાખ રૂપિયામાં વેચાય છે. ☘️ તમે અહીંથી લઈ શકો છો ટ્રેનિંગ: તમે હર્બલ ખેતી કરવા માટે ટ્રેનિંગ લઈ શકો છો. ટ્રેનિંગ સાથે, તમે આ પાક વિશે વધુ જાણી શકશો. આ માટે, તમે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (CIMAP), લખનૌથી આ પાકની ખેતી માટે ટ્રેનિંગ લઈ શકો છો. CIMAP દ્વારા, ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ તમારી સાથે કોન્ટ્રાક્ટ સાઇન પણ કરે છે, તેથી તમારે અહીં તહીં જવું નહીં પડે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
34
10
અન્ય લેખો