AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરે જ બનાવી લો આ ખાસ પીઝા ઢોકળા !
ખાના ખજાનાVTV ન્યૂઝ
ઘરે જ બનાવી લો આ ખાસ પીઝા ઢોકળા !
પીઝા ઢોકળા સામગ્રી 👉 3 બાઉલ ભાત 👉 1 બાઉલ ચણાની દાળ 👉 અડધો બાઉલ પીળી મસૂર 👉 અડધો બાઉલ કાળી છોડા વિનાની મસૂર 👉 પા ટેબલ સ્પૂન સોડા 👉 પા ટેબલ સ્પૂન હળદર 👉 1 ટેબલ સ્પૂન ગ્રીન ગાર્લિક પેસ્ટ 👉 2 ચમચી કોથમીર 👉 અડધો બાઉલ છીણેલું કેરેટ 👉 2 ટેબલ સ્પૂન તિરુપતિ તેલ 👉 1 મીડિયમ ડુંગળી 👉 પા બાઉલ યલો કેપ્સીકમ 👉 પા બાઉલ રેડ કેપ્સીકમ 👉 પા બાઉલ ગ્રીન કેપ્સીકમ 👉 અડધો બાઉલ બાફેલા મકાઈ 👉 પા ટેબલ સ્પૂન મિક્સ હર્બ્સ 👉 પા ટેબલ સ્પૂન ઈટાલિયન સિઝનિંગ 👉 પા ટેબલ સ્પૂન પીઝા સિઝનિંગ 👉 પીઝા સોસ 👉 પીઝા ચીઝ 👉 પીઝા સિઝનિંગ 👉 ઓલિવ્સ 👉 મીઠું સ્વાદ અનુસાર 👉 અડધો બાઉલ દહીં રીત 👉 સૌ પહેલા જે દાળ અને ચોખા છે તેને સારી રીતે ધોઈ લો અને પછી તેને 7-8 કલાક પલાળી લો તેને સારી રીતે ગ્રાઈન્ડ કરો. જ્યારે ગ્રાઈન્ડ કરો ત્યારે તેમાં દરેક વખતે એક ચમચી દહીં મિક્સ કરો. હવે ફરી તેને આખી રાત આથો આવવા માટે રહેવા દો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરો. હવે સોડા, હળદર, આદુ મરચાની પેસ્ટ, કોથમીર, ગાજર નાંખો અને મિક્સ કરી લો. થોડું ફેંટો. હવે એક પ્લેટ ગ્રીસ કરો અને તેની પર ખીરું પાથરો. તેને 10-12 મિનિટ બાફવા માટે રાખો. 👉 હવે એક પેન લો. તેમાં તિરુપતિ તેલ લો. તેમાં ડુંગળી, પીળા કેપ્સીકમ, લાલ કેપ્સીકમ, લીલા કેપ્સીકમ મિક્સ કરો. હવે તેને બરોબર હલાવો. મીઠું, મકાઈ પણ મિક્સ કરો. હવે તેમાં મિક્સ હર્બ્સ, ઈટાલિયન સિઝનિંગ અને પીઝા સિઝનિંગ મિક્સ કરીને હલાવી લો. ગેસ બંધ કરો. જે પ્લેટ રાખી છે તેને ખોલો અને તેને અનમોલ્ડ કરો. હવે તેની પર પીઝા સોસ લગાવી લો. તમે પેનમાં જે ટોપિંગ્સ બનાવ્યું છે તેને તેની પર લગાવો અને ઉપરથી ચીઝ પાથરો. હવે ઉપર ઓલિવ્સ લગાવી લો. ફરીથી ઓવનમાં 180 ડિગ્રી પર 7-8 મિનિટ માટે મૂકો. તૈયાર થઈ જશે તમારા પીઝા ઢોકળા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
8