AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરેબેઠા ફ્રીમાં શરૂ કરો આ બિઝનેસ, થશે તગડી કમાણી !
બિઝનેસ ફંડાGSTV
ઘરેબેઠા ફ્રીમાં શરૂ કરો આ બિઝનેસ, થશે તગડી કમાણી !
🔸 શું તમે કોરોના કાળ દરમિયાન તમારી નોકરી ગુમાવી છે ? તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વિના જોરદાર કમાણી કરી શકો છો. આજના સમયમાં આધારકાર્ડ કેટલું મહત્વનું છે. આજના સમયમાં સરકારી કામથી લઈને ખાનગી સુધીની બધે જ આધાર કાર્ડની જરૂરિયાત છે. તમે તેને સુધારવા માટે કોમન સર્વિસ સેન્ટર અથવા યુઆઇડીએઆઇની ફ્રેન્ચાઇઝી પર જઈ શકો છો. તમે આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝ પણ લઈ શકો છો. ચાલો જાણીએ કેવી રીતે … 🔸 સૌથી પહેલા શું કરવું? જો તમારે આધારકાર્ડ ફ્રેન્ચાઇઝી લેવી હોય તો સૌ પ્રથમ તમારે UIDAI દ્વારા લેવામાં આવેલી પરીક્ષા ક્લીયર કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે લાઇસન્સ આપવામાં આવે છે. એકવાર તમે પરીક્ષા ક્લિયર કરી લો, તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે. આ પછી, કોમન સર્વિસ સેન્ટર પરથી રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. 🔸 જાણો કેવી રીતે કરશો અપ્લાય -આધાર ફ્રેન્ચાઇઝી લાઇસન્સ લેવા માટે, તમારે NSEITની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ની મુલાકાત લેવી પડશે. -અહીં તમને Create News Userનો વિકલ્પ મળશે.તેમાં ક્લિક કર્યા પછી નવી ફાઇલ ખુલશે. -આમાં તમને Share Code enter કરવાનું કહેવામાં આવશે. શેર કોડ માટે, તમારે https://resident.uidai.gov.in/offline-kyc ની મુલાકાત લઈને ઓનલાઇન ઇ-આધાર ડાઉનલોડ કરવો પડશે. ડાઉનલોડ કર્યા પછી, તમને બંને XML ફાઇલ અને Share Code ડાઉનલોડ થશે. -અપ્લાય કરતી વખતે, તમારી સ્ક્રીનમાં એક ફોર્મ ખુલશે. તેમાં પૂછાયેલી બધી માહિતી ભરો અને સબમિટ કરો. -USER ID અનેPassword તમારા ફોન અને ઇમેઇલ આઈડી પર આવશે. -હવે તમે આ આઈડી અને પાસવર્ડ દ્વારા Aadhaar Testing and Certificationના પોર્ટલમાં સરળતાથી લોગિન કરી શકો છો. આ પછી, Continue નો વિકલ્પ તમારી સામે આવશે, તેના પર ક્લિક કરો. -તે પછીની સ્ટેપમાં, તમારી સામે ફરીથી એક ફોર્મ ખુલશે. માંગેલી બધી માહિતી ભરો. તે પછી તમારો ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરો. આ પછી, ફરીથી ચેક કરો કે શું તમે બધી માહિતી યોગ્ય રીતે ભરી છે કે નહીં, પછી તમે Proceed to submit form પર ક્લિક કરીને આગળ વધી શકો છો. 🔸 છેલ્લે અહીં કરો પેમેન્ટ ઉપરોક્ત બધી પ્રોસેસ પૂરી કર્યા પછી, તમારે પેમેન્ટ કરવું પડશે. આ માટે, તમારે વેબસાઇટના મેનૂ પર જવું પડશે અને પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. જેમાં પેમેન્ટ કર્યા પછી, તમે Please Click Here to generate receipt પર ક્લિક કરીને રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો. 🔸 સેન્ટર પરથી બુક કરવાની પ્રોસેસ બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, તમારે 1 થી 2 દિવસ રાહ જોવી પડશે. જ્યારે તમે ફરીથી લોગ ઇન કરો, ત્યારે તમે Book Center પર ક્લિક કરીને તમારું નજીકનું સેન્ટર પસંદ કરી શકો છો. આ પછી તમને તેનાથી સંબંધિત પરીક્ષા લેવામાં આવશે. આ પછી તમારે તે તારીખ અને સમયનો ઉલ્લેખ કરવો પડશે જ્યારે તમે પરીક્ષા આપવા માટે ઉપલબ્ધ થશો. પછી તમને થોડા સમય પછી એડમિટ કાર્ડ મળશે, જે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઈ શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
5