રમૂજીઝી ન્યુઝ
ઘરમાં ઉંદરના ત્રાંસથી પરેશાન છો? આ સરળ ઉપાયથી ઉંદર ઘરમાંથી થઈ જશે ગાયબ !
👉 ઘણા લોકોના ઘરમાં ઉંદર ખાવાનું બગાડે છે, કપડા ફાડી નાંખે છે અને ઇલેક્ટ્રિક વાસ્તુના વાયર પણ કાપી નાખે છે તો ઘણીવાર ગાડીમાં પણ વાયરિંગ અને સીટને મોટું નુકશાન પણ પહોંચાડતા હોય છે. જેથી ઘણા લોકો ઉંદરને મારવા માટેની દવા ઘરમાં મુકતા હોય છે તો પણ ઉંદરનો ત્રાંસ ઓછો થતો નથી. એવા લોકો માટે અહીં આપ્યાં છે સરળ ઉપાયો. 👉 લાલ મરચું છે અસરદાર: લાલ મરચું એ ભારતીય મસાલાઓનું ગૌરવ છે. આ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ ઉંદરને લાલ મરચું જરા પણ પસંદ નથી . આવી સ્થિતિમાં લાલ મરચું પાવડર ઘરના ખૂણામાં રાખો જ્યાં ઉંદરો વધુ દેખાય છે. આ પાવડર જોઈને, ઉંદરો આંગણામાં પ્રવેશતા પહેલા 10 વખત વિચાર કરશે અને ત્યાંથી ચાલ્યા જશે. 👉 ડુંગળી છે ઉપયોગી: તમને ખબર છે કે ઉંદરોને ડુંગળીની ગંધ સહેજ પણ પસંદ નથી આવતી, તો તમે પણ ઉંદરથી છુટકારો મેળવવા માટે ઘરના ખૂણામાં રાખી દો, ડુંગળીની તીખી ગંધથી જ ઉંદર ઘર છોડીને ભાગી જશે. 👉 ફટકડીનો કરો ઉપયોગ: ઉંદરને ફટકડીની ગંધ પણ પસંદ નથી આવતી, જો ઘરમાં ઉંદરનો ત્રાસ વધારે હોય તો ફટકડીનો પાવડર બનાવીને ઉંદરના દર પાસે નાખી દો, જેનાથી ઉંદર ઘર છોડીને ભાગી જશે. 👉 પીપરમિન્ટ પણ છે ફાયદાકારક: ઉંદરોને પીપરમિન્ટની ગંધ પણ પસંદ નથી આવતી, તો તમે પીપરમિન્ટના ટુકડા પણ ઘરમાં અલગ અલગ જગ્યા ઉપર રાખી શકો છે જેના કારણે ઉંદર તેની સુગંધથી જ ઘરમાંથી ચાલ્યા જશે 👉ફુદીનાના પાંદડા: ભારતમાં ફુદીનાની સારી માંગ છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઉંદર ફૂદીનાને સખત નફરત કરે છે. ફુદીનો તેમના ઘરમાં ફેલાયેલા આતંક સમાન છે. તેથી, ઉંદરોને ઘરથી દૂર રાખવા માટે, ખૂણા અને રસોડામાં ફૂદીનાના પાંદડાઓ અથવા ફૂલો લગાવો. 👉 માણસના વાળ: ઉંદરને ઘરમાંથી ભગાડવા માટે આ સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
13
સંબંધિત લેખ