AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘરના ખાલી ધાબા પર આ બિઝનેસ દ્વારા કરો લાખોની કમાણી, થઇ જશો માલામાલ !
સમાચારGSTV.
ઘરના ખાલી ધાબા પર આ બિઝનેસ દ્વારા કરો લાખોની કમાણી, થઇ જશો માલામાલ !
👉 કોરોના મહામારી પછી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. ફેક્ટરીઓ બંધ થયા સહિતની અન્ય રોજગારીની તકો છિનવાઇ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે રોજગારને લઇને ચિંતિંત છો, તો ગભરાવાની જરૂર નથી. તમે કોઇ પણ જગ્યાએ ગયા વિના ફક્ત તમારા ઘરની ખાલી અથવા બેકાર પડેલી છતનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. સોલર પ્લાન્ટમાંથી કરો કમાણી 👉 વિજળીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, સરકાર સોલર પ્લાન્ટ લગાવવા પ્રોત્સાહન આપી રહી છે. આવી સ્થિતિમાં તમે સૌર પ્લાન્ટ લગાવવા માટે ઘરનું ખાલી ધાબું ભાડે આપી શકો છો. બદલામાં કંપની તમને સારી એવી રકમ આપશે. જો તમે ઇચ્છો તો તમે પોતે સોલર પ્લા્ટ ઇન્સ્ટોલ કરાવી તેનાથી ઉત્પન્ન થતી વિજળી પાવર હાઉસ અથવા પ્રાઇવેટ ઇલેક્ટ્રીક કંપનીને વેચી શકો છો. વિજળી વેચવા પર તમને યુનિટ દીઠ રકમ મળશે. ઓર્ગેનિક ફાર્મિંગ એક સારો વિકલ્પ 👉 જો તમે ગાર્ડનિંગના શોખીન છો, તો તમારા ઢાબા પર ઓર્ગોનિક ફાર્મિંગ માટે ઉપયોગ કરી શકો છો. શહેરી વિસ્તારોમાં જગ્યાના અભાવને જોતા આજકાલ ટેરેસ ફાર્મિંગનું ચલણ ઘણી વધી ગયું છે. લોકો ઓર્ગેનિક શાકભાજી અને ફળો ખાવાનું પસંદ કરે છે, એવામાં તમે તેનો બિઝનેસ કરી શકો છો. તેમાં ખર્ચ ઓછો થાય છે. ઉપરાંત કિંમત પણ સારી મળે છે. ડ્રિપ સિસ્ટમથી સિંચાઈ કરવા પર ઢાબાને નુકસાન થવાનો ભય પણ રહેતો નથી. આ કિસ્સામાં તમે આ વિકલ્પ અજમાવી શકો છો. પાપડ-અથાણાંનો બિઝનેસ 👉 મહિલાઓ માટે નાના ઉદ્યોગોની શરૂઆત માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં તેઓને પાપડ અને અથાણું બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમે ઇચ્છો તો આ ટ્રેનિંગ લઇ આ બિઝનેસ ઘરના ખાલી ધાબા પર કરી શકો છો. તેમાં સરકાર તરફથી લોન પણ આપવામાં આવે છે. તેના માટે તમે આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. સંદર્ભ : GSTV. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
23
8