AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘણાં રાજ્યોના જળાશયોમાં પાણીના સ્તરમાં ઘટાડો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘણાં રાજ્યોના જળાશયોમાં પાણીના સ્તરમાં ઘટાડો
ગુજરાત અને મહારાષ્ટ્રના સાથે રાજસ્થાન,ઝારખંડ,ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જળાશયોના પાણીના સ્તરમાં પાછલા દશ વર્ષ કરતા સરેરાશ કરતા નોધપાત્ર ઘટાડો થયેલ છે. ખેડૂતોને ઉનાળામાં પીવાના પાણીની સાથે પાકની વાવણી દરમ્યાન સિંચાઈની સમસ્યાનો સામનો કરવો પડશે. કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા
અહેવાલ મુજબ, જળાશયોમાં પાણીનું સ્તર રાજસ્થાન,ઝારખંડ,ઓરિસ્સા, આંધપ્રદેશ, પશ્ચિમ બંગાળ,ત્રિપુરા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલામાં પાછલા વર્ષની સરખામણીમાં ઘટ્યું છે જ્યારે હિમાચલપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટકા અને તમિલનાડુમાં પાછલા વર્ષ કરતા વધ્યું છે. છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના જળાશયોનું પાણીનું સ્તર પાછલા વર્ષ જેટલું જ છે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, માર્ચ 16, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
7
0