AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં માં નિંદામણ નિયંત્રણ અને કેવી રીતે નીંદણ અટકાવ કરવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઘઉં માં નિંદામણ નિયંત્રણ અને કેવી રીતે નીંદણ અટકાવ કરવો !
નિંદામણ નાશક નું નામ નિંદામણનાશક નું પ્રમાણ (ગ્રામ સક્રિય તત્વ/ હે.) બજારૂ નિંદામણનાશક નું પ્રમાણ ( ગ્રામ/ હે.) વાવણી બાદ છંટકાવ કરવાનો સમય ક્લોડીનાફોપ પ્રોપારજીલ ( ૧૫% ) + મેટસક્યુરોન મિથાઈલ ( ૧% ) WP ( વેસ્ટા ) 60+4 400 25-30 દિવસે ફેલાવો અટકાવવા માટેના પગલાં : 👉 સંપૂર્ણ કહોવાયેલ છાણિયું ખાતર વાપરવું 👉ગુલ્લીદંડા તેમજ અન્ય નીંદણના બીજમુક્ત બિયારણની પસંદગી કરવી 👉બીજની વાવણી પહેલા બિયારણ ચાળી નીંદણના બીજ બાળીને નાશ કરવો 👉ગુલ્લીદંડા નીંદણ ધરાવતા ખેતરનો ઘઉંનો બિયારણ તરીકે ઉપયોગ કરવો નહીં 👉ખેતરમાં ગુલ્લીદંડા જેવું નીંદણ આવી જ ગયું હોય તો બે - ત્રણ વર્ષ પાકની ફેરબદલી કરવી 👉શેઢા પાળા ઉપર ઉગેલ નીંદણના છોડને ફૂલ આવતાં પહેલા નાશ કરવો નીંદણનાશકના છંટકાવ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : 👉નીંદણનાશકનો છંટકાવ કરતાં પહેલાં પ્રેયર પંપ સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરવો 👉નીંદણનાશકનું પ્રમાણ ભલામણ મુજબનું રાખવું જેથી નદણનું નિયંત્રણ સારી રીતે થઈ શકે 👉નીંદણનાશક જે સમયે છાંટવાની ભલામણ હોય તે જ સમયે છાંટવી. 👉પ્રિ-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગતા પહેલા, જ્યારે પોસ્ટ-ઇમરજન્સ નીંદણનાશક નીંદણ ઉગ્યા બાદ છાંટવી 👉નીંદણનાશક છાંટતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે 👉નીંદણનાશક છાંટ્યા બાદ ૨૦-૨૫ દિવસ સુધી આંતરખેડ કરવી નહીં 👉નીંદણનાશકનો છંટકાવ પાછા પગલે ચાલીને કરવો જોઇએ 👉નીંદણનાશકના છંટકાવ માટે ખાસ પ્રકારની ફ્લેટફેન અથવા ફ્લડજેટ નોઝલનો ઉપયોગ કરવો 👉વધુ પવન હોય, કે ઝાકળ હોય ત્યારે નીંદણનાશક છાંટવી નહીં. 👉 કોઇપણ પાકમાં પિયતના પાણી સાથે નીંદણનાશક આપવી નહીં. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
31
8