AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં પરના સીમા શુલ્કમાં 30%નો વધારો, ખેડૂતોને રાહત
કૃષિ વાર્તાદૈનિક ભાસ્કર
ઘઉં પરના સીમા શુલ્કમાં 30%નો વધારો, ખેડૂતોને રાહત
સરકારે ઘઉંની સસ્તી આયાતને સંભાળવા અને સ્થાનિક ઉત્પાદકોને રુચિની નોધ લેતા ઘઉં પરના સીમા શુલ્ક વધારી 20% થી 30% કર્યો. બીજી બાજુ, અખરોટની કાચલી પરનો આયાત શુલ્ક 30%થી વધારીને 100% કર્યો. બુધવારના મોડી રાત્રે પ્રસારિત કરેલ જાહેરનામામાં કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
સ્થાનિક બજારના વિક્રમી ઉત્પાદન અને ખાસ કરીને રશિયા દ્વારા સસ્તી આયાતને ધ્યાનમાં રાખીને, ઘઉં પરના આયાત શુલ્કને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોએ કહ્યું કે સરકાર ઈચ્છે છે કે વૈશ્વિક બજારમાંથી ઘઉંની ખરીદ પ્રતિબંધિત થાય જેથી ઘઉંના સ્થાનિક ભાવો દબાણ નીચે ના આવે અને પાક વર્ષ (જુલાઈ - જૂન) 2017 - 18 માટે, ખેડૂતો ઓછામાં ઓછી રૂ. 1735 પ્રતિ ક્વિન્ટલની લઘુત્તમ આધાર કિંમત (એમએસપી) મેળવી શકે. સત્તાવાર માહિતી મુજબ, ખેડૂતોએ 2017 - 18ની ઘઉં પાકની ખેતી લગભગ પૂર્ણ કરી લીધી છે અને સરકારે હમણાં સુધી તેની આધાર કિંમતે 3.33 મિલયન ટન ઘઉં ખરીદ્યા છે. લોટ મીલ માલિકના મુજબ, જો સરકારે સીમા શુલ્કમાં વધારો ના કર્યો હોત તો, પછી તેના ઘઉંના વેચાણ પર અસર થાત. 2017-18 દરમ્યાન, દેશમાં 14.8 મિલિયન ટન ઘઉંની આયાત થઇ હતી. સંદર્ભ - દૈનિક ભાસ્કર 25 મે 18
17
0