સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં ની મોડી વાવણી માટે ભલામણ જાતો !
ઘઉં ની મોડી વાવણી માટે ભલામણ જાતો !
👉 ૨૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવવીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે.
👉 વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઉંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઉચા ઉષ્ણ તાપમાનના કારણે દાવા પુરતા પોષાતા નથી અને ચીમળાઈ જાય છે, જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે.
👉 આમ , વાવણી સમય ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે.
જાતનું નામ લક્ષણો
જીડબલ્યુ ૧૭૩
👉 મોડી વાવણી માટે આદર્શ જાત
👉 ડુંડી ઉપર થી ઘટ્ટ, ઘેરા લીલા પાન
👉 ચળકાટવાળા દાણા
👉 ગેરૂ રોગ અને ઢળી પકવા સામે પ્રતિકારક
👉 પાકવાના દિવસો : 90 થી 100
જીડબલ્યુ 11
👉 ઉંચા તાપમાન તથા ભેજની ખેંચ સામે પ્રતિકારક
👉 મોડી તેમ જ પિયત પરિસ્થિતિમાં સમયસર ની વાવણી માટે
👉 મઘ્યમ કદના દાણા
👉 પાકવાના દિવસો : 95 થી 110
👉ખેતી પશુપાલન ના અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો..
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.