AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં ના પાકમાં ઉધઈ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઘઉં ના પાકમાં ઉધઈ નું નિયંત્રણ
🌱હાલ માં ઘણા બધા ખેડૂતે ઘઉં ના પાક નું વાવેતર થઇ ગયું છે અને વાવેતર પણ ચાલુ છે આ પાક માં ખેડૂતો ને ઉધઈ નો પ્રશ્ન વધારે હોય છે તો ચાલો જાણીએ તેના સચોટ નિયંત્રણ વિશે!! 🌱ઉધઇની રાણી જમીનમાં ખૂબ ઉંડે રહે છે જયારે તેના સફેદ રંગના બચ્ચાં (વર્કર) પાકને નુકશાન કરે છે. 🌱ઉધઇ ઘઉંના ઉગતા છોડના મૂળને નુકસાન કરતી હોવાથી ઉગાવા ઉપર માઠી અસર પડે છે. 🌱પાક ઉગ્યા પછી પણ ઘઉંની કોઇ પણ અવસ્થાએ ઉધઇ નુકસાન કરી શકે છે. 🌱આ જીવાત જમીનમાં રહેતી હોવાથી કાયમી ઉકેલ જલ્દી લાવી શકાતો નથી. 🌱સામાન્ય રીતે ગોરાડુ કે મધ્યમ ગોરાડુ જમીનમાં ઉધઇનો પ્રશ્ન વધારે રહેતો હોય છે. 🌱ઉધઇથી નુકસાન પામેલ છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. 🌱પાકની પાછલી અવસ્થાએ ઉપદ્રવ હોય તો ઘઉંમાં ઉંબી બેસતી નથી અને છોડ સુકાય જાય. 🌱નિયંત્રણ 🌱જો ખોળનો ઉપયોગ કરવાના હો તો ફક્ત લીમડાનું કે દિવેલનું ખોળ એક ટન પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવું. 🌱બીજને દવાનો ૫ટ આ૫વા માટે ઈમીડાકલોપ્રીડ 18.5% + હેક્ઝાકોનાઝોલ 1.5% એફએસ ઘટક ધરાવતી ઈમીડા એક્ષ દવા ૨ મિલી/કિલો અથવા ફિપ્રોનીલ 5 એસસી ઘટક ધરાવતી એગ્રોનીલ એક્ષ દવા 3મિલિ/કિલો અથવા ક્લોરપાયરીફોસ 20 ઈસી ઘટક ધરાવતી એગલોરો દવા 4 મિલિ/કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું. 🌱જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ ફીપ્રોનીલ0.3 % જીઆર ઘટક ધરાવતી અગ્રોનીલ જીઆર દવા 20 કિલો પ્રતિ હેક્ટર અથવા થાયોમેથોક્ષામ 70% ઘટક ધરાવતી શટર દવા 175 ગ્રામ/હેક્ટર અથવા ક્લોરપાયરીફોસ 20 ઈસી ઘટક ધરાવતી એગલોરો 3 લિટર દવાને 100 કિ.ગ્રા. રેતી/માટી સાથે મિશ્રણ કરી બરાબર ભેળવીને દવાની માવજત આપેલ રેતી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને ત્‍યાર બાદ પાકને હળવુ પિયત આ૫વું અથવા તો આ દવાને ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે પિયત સાથે આપવી. 🌱પાણી આ૫વામાં ઢીલ કરવી નહિ. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0
અન્ય લેખો