AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં અને કઠોળની વાવણી પ્રારંભિક તબક્કે પાછળ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘઉં અને કઠોળની વાવણી પ્રારંભિક તબક્કે પાછળ
દેશના ઘણા રાજ્યોમાં પૂર અને કમોસમી વરસાદના કારણે પાકની વાવણી પર અસર પડી છે. મુખ્ય રવી પાક ઘઉંની સાથે કઠોળનું વાવેતર પ્રારંભિક તબક્કે પાછળ છે, તેમ છતાં, તેલીબિયાંનો મુખ્ય પાક રાયડાના વાવેતરમાં વધારો થયો છે.
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રવિ પાકની કુલ વાવણી 95.35 લાખ હેક્ટરમાં થઈ છે, જ્યારે ગયા વર્ષે આ સમય સુધી 112.24 લાખ હેક્ટર માં વાવણી થઈ હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર મુખ્ય રવી પાક ઘઉંનું વાવેતર અત્યાર સુધીમાં માત્ર 9.69 લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે ગયા વર્ષ આ સમય સુધીમાં તેનું વાવેતર 15.35 લાખ હેક્ટરમાં થયું હતું. તેવી જ રીતે, કઠોળની વાવણી અત્યાર સુધીમાં 27.85 લાખ હેક્ટરમાં થઈ છે જ્યારે ગયા વર્ષે અત્યાર સુધીમાં 39.93 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. રવી કઠોળનો મુખ્ય પાક ચણાનું વાવેતર વર્તમાન રવી સીઝનમાં 19.82 લાખ હેક્ટરમાં થયું છે. રવિ પાકની વાવણી હજુ પ્રારંભિક તબક્કે છે અને વાવણીમાં વધારો થશે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 9 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
120
0