AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંમાં ગેરૂનું નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉંમાં ગેરૂનું નિયંત્રણ
ઘઉં રવિ ઋતુનો એક મહત્વપૂર્ણ પાક છે. મહારાષ્ટ્રમાં, પિયત અને વરસાદી એમ બંને રીતોથી ઘઉંની વાવણી થાય છે. દેશની સરેરાશ ઉત્પાદકતા કરતાં મહારાષ્ટ્રની ઉત્પાદકતા ઓછી છે. મહારાષ્ટ્રની ઓછી ઉત્પાદકતાના ઘણા કારણો છે. સુધારેલી જાતોનો ઉપયોગ ન કરવો, જળ વ્યવસ્થાપનની અછત, પાકના રક્ષણની અછત વગેરે તેના કારણો છે. ઘઉંના પાકમાં ગેરૂ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો સામાન્ય રોગ છે. આપણે આ રોગના લક્ષણો, રોગના પ્રકારો અને તેના વ્યવસ્થાપન વિશે જાણીશું.
ગેરૂ એક ફૂગજન્ય રોગ છે. મહારાષ્ટ્રમાં કાળો ગેરૂ અને નારંગી ગેરૂનો પ્રકોપ જોવા મળે છે. કાળો ગેરૂ- આ રોગ પાકના ડુંડાની અવસ્થામાં જોવા મળે છે. કાળા ગેરુનો પ્રકોપ થડ, પાનની દાંડી, અને ડુંડા પર દેખાય છે. પાંદડા પર પ્રકોપ થતા, તેમાં ક્લોરોસિસને લીધે સફેદ પટ્ટાઓ દેખાય છે. તે પછી અનુકૂળ હવામાનમાં, તે જગ્યા પર ફૂગ જેવા લાલ રંગ ધરાવતાં યુરીડોસ્પોર દેખાઈ આવે છે. તેમાં ઘણા યુરીડો હોય છે. જેમ પાકનો વિકાસ થાય છે અને હવામાં તાપમાન વધે છે તેમ, યુરીડોસ્પોરનું રૂપાંતર કાળા રંગના ટલ્યુટોસ્પોરમાં થાય છે. જો તાપમાન 14 થી 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય તો આ રોગ ઝડપથી ફેલાય છે. જો પાકના પ્રારંભિક તબક્કામાં રોગનો પ્રકોપ થાય, તો પછી તે પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેનાથી ઉપજ અડધા કરતા વધારે પ્રમાણમાં ઘટી જાય છે. નારંગી ગેરુ - ઘઉંના થડ પર અને પાંદડાંની દાંડી પર આ રોગ જોવા મળે છે. આ રોગના લક્ષણો રોપા અવસ્થાથી પરિપક્વતા સુધી જોવા મળે છે. જ્યારે પ્રકોપ હોય, ત્યારે ગોળ નાની ફોલ્લીઓ જોવા મળે છે. થોડા સમય પછી, પાંદડાં અને પાંદડાની દાંડી પર નારંગી રંગના ગોળ જખમ જોવા મળે છે. આ જખમ પહેલા પાંદડાની ઉપરની સપાટી પર જોવા મળે છે અને થોડા સમય પછી, તે બંને બાજુ પર જોવા મળે છે. આ રોગ મોટે ભાગે હવાના મારફતે ફેલાય છે. જો આપણે ઉપદ્રવિત પાંદડાઓને આંગળી વડે સ્પર્શ કરીએ તો, નારંગી રંગનો પાવડર ચોંટે છે. આ રોગ માટે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકૂળ છે. પાક વ્યવસ્થાપન 1) રાસાયણિક ખાતરોની સંતુલિત માત્રા આપવી જોઈએ. સૂચવેલ માત્રા કરતાં યુરિયા વધુ ન આપો. 2) વાવેતર માટે ગેરૂ પ્રતિકારક જાત પસંદ કરવી જોઈએ. 3) વાવણી સમય પર થવી જોઈએ. પાકની જરૂરિયાત પ્રમાણે સિંચાઈ કરવી જોઈએ. 4) જેવા લક્ષણો જોવામાં આવે, to તરત જ મેન્કોઝેબ 2.5 ગ્રામ / લિટર પાણી છંટકાવ કરવો જોઇએ.
174
0