AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંને ઉધઇથી બચાવવા માટે વાવતા પહેલા બીજ ની માવજત
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉંને ઉધઇથી બચાવવા માટે વાવતા પહેલા બીજ ની માવજત
ભારતના મોટાભાગના રાજ્યોમાં ઘઉં શિયાળુ ધાન્ય પાક તરીકે લેવામાં આવે છે. ઘઉંનો પાક પિયત કે બિન પિયત તરીકે લેવામાં આવે છે. આ વર્ષે ચોમાસું સારુ રહ્યુ અને વરસાદ પણ વધારે રહ્યો તેથી બિન-પિયત ઘઉં પણ ખેડૂતો કરશે. ઘઉંના ઉગાવા પછી મોટે ભાગે ઉધઇથી વધારે નુકસાન થતું હોય છે. કાળી અને ભારે જમીન કરતા ગોરાડુ અને હલકી જમીનમાં ઉધઇથી નુકસાન વધારે થતું હોય છે. આ ઉધઇની રાણી જે જથ્થાબંધ ઇંડા મૂકતી હોય છે જે જમીનમાં ૭-૧૦ ફૂટ સુધી ઉંડે રહેતી હોવાથી ઉધઇના મૂળ સુધી પહોંચવું અશક્ય બને છે. જે ખેતરમાં આ જીવાત ઘર કરી ગઇ હોય તો દર વર્ષે આનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ઉધઇની કામગરા વર્ગ (વર્કર) ઘઉંના પાકના મૂળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે. જેના લીધે છોડ પીળા પડી સુકાઇ જાય છે અને આવા છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. તેનો ઉપદ્રવ ખેતરમાં ખાલાં રુપે જોવા મળે છે.પાકને પાણીની ખેંચ વર્તાય તેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. પાકની શરુઆતની અવસ્થામાં તેમ જ પાછલી અવસ્થાએ ઉંબી આવવાના સમયે પણ જોવા મળે છે.
ઘઉંની વાવણી સમયે ઉધઇને અટકાવવાના પગલાં: _x000D_ _x000D_ 1. ઘઉંની વાવણી કરતા પહેલા ખેતરમાંથી આગલા પાકના જડિયા અને પાકના અવશેષો નાશ કરવા._x000D_ 2. સારુ કહોવાયેલુ છાણિયુ ખાતર જ વાપરવું._x000D_ 3. છાણિયા ખાતરની જગ્યાએ દિવેલા, લીંબોળી કે કરંજ નો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટરે પણ ઉપયોગ કરી શકાય._x000D_ 4. ઘઉંના પાકમાં ઉધઇનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને દવાનો પટ આપીને કરી શકાય છે. બીજને દવાનો પટ આપવા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઇસી ૨૦૦ મિ.લી અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૫૦૦ મિ.લી અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૪૦૦ મિ.લી. ૫ લિટર પાણીમાં ભેળવી બિયારણને પાકા ભોંયતળિયા અથવા પ્લાસ્ટિકના પાથરણા ઉપર એકસરખી રીતે પાથરી તેના ઉપર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટવું. ત્યાર બાદ હાથમાં રબ્બરના મોજા પહેરી બિયારણને દવાથી બરાબર મોઇ નાંખવા. આવી માવજત આપેલ બિયારણ આખી રાત સુકાવ્યા બાદ બીજા દિવસે વાવેતર કરવી._x000D_ 5. બીજની માવજત આપેલ ન હોય અને જો ઉભા પાકમાં ઉધઇનો ઉપદ્રવ હોય તો ફિપ્રોનીલ ૫ એસસી ૧.૫ લીટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૧.૫ લીટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતીમાં મિશ્રણ કરી ઉભા પાકમાં પુંખી દઇ એક હળવુ પિયત આપવુ અથવા ઉપરોક્ત દવા પિયત સાથે ટીપે-ટીપે પણ આપી શકાય. _x000D_ 6. પાકમાં પાણીની ખેંચ પડે નહીં તેનું ધ્યાન રાખવું._x000D_ ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
631
3