AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંની વાવણીમાં 10 ટકાનો વધારો થયો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘઉંની વાવણીમાં 10 ટકાનો વધારો થયો
નવી દિલ્હી: ઓક્ટોબર અને નવેમ્બરમાં કેટલાંક રાજ્યોમાં વરસાદથી રવિ પાકની વાવણીમાં ફાયદો થયો છે. વર્તમાન રવીમાં ઘઉંની વાવણીમાં 9.70% નો વધારો થયો છે, જ્યારે રવી પાકની કુલ વાવણીમાં 6.53% નો વધારો થયો છે.
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિ પાકની કુલ વાવણી વધીને 571.84 લાખ હેક્ટરમાં થઈ છે, જ્યારે ગયા વર્ષના આ સમય સુધીમાં ફક્ત 536.35 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. મુખ્ય રવી પાકના ઘઉંનું વાવેતર ચાલુ સીઝનમાં વધીને 297.02 લાખ હેક્ટર થયું છે, જ્યારે ગયા વર્ષ સુધીમાં ફક્ત 270.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. રવી કઠોળનો મુખ્ય પાક ચણાનું વાવેતર ગયા વર્ષના 89.89 લાખ હેક્ટરથી વધીને 94.96 લાખ હેક્ટર થયું છે. રવી તેલીબિયાંનો મુખ્ય પાક સરસોનું વાવેતર 65..68 લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 66.40 લાખ હેક્ટર થયું હતું. વર્તમાન રવીમાં ડાંગરનું વાવેતર વધીને 13.90 લાખ હેક્ટર થયું છે જ્યારે ગયા વર્ષ સુધીમાં માત્ર 11.93 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 27 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
137
0