કૃષિ વાર્તાકૃષિ જાગરણ
ઘઉંની ત્રણ રંગીન જાતો તૈયાર થઇ
કૃષિ બાયો ટેકનોલોજિસ્ટ્સે રંગીન ઘઉંની કેટલીક જાતો વિકસાવી છે, જેમાં સામાન્ય પોષક તત્વો આરોગ્ય માટે સામાન્ય ઘઉં કરતાં વધુ ફાયદાકારક છે. પંજાબના મોહાલીમાં સ્થિત નેશનલ એગ્રિકલ્ચરલ ફૂડ બાયોટેકનોલોજી સંસ્થા દ્વારા ઘઉંની આ જાતો તૈયાર કરવામાં આવી છે.
જાંબલી, કાળા અને વાદળી રંગની વિવિધ જાતો વિકસાવવામાં આવી છે. હાલમાં,આની ખેતી ઘણી સો એકરમાં પંજાબ, યુપી, હરિયાણા અને બિહારમાં થાય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) દ્વારા ખેતીની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી આનાથી થતા વધુ ફાયદા લોકો સુધી પહોંચાડી શકાય. વળી, જો તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તે પણ જાણી શકાય. એનએબીઆઈ ને જાપાન પાસેથી માહિતી મળ્યા બાદ 2011 થી તેના પર કામ શરૂ કર્યું હતું. તે ઘણી સીઝન સુધી પ્રયોગ કર્યા પછી સફળતા મળી છે. રંગીન ઘઉંમાંથી તમને એથોક્યાનિન ની જરૂરી માત્રા મેળવી શકો છો. એથોક્યાનિન એક એન્ટી ઓક્સીડેંટ છે અને તેને ખાવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને જાડાપણું જેવા જીવનશૈલી સાથે જોડાયેલા રોગોને રોકવામાં મદદ મળશે. છતાં, રંગીન ઘઉંની પ્રતિ એકર ઉપજ 17 થી 20 ક્વિન્ટલ છે. સંદર્ભ - કૃષિ જાગરણ, 21 નવેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
401
1
અન્ય લેખો