AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના સંગ્રહ માં સૌથી મોટો દુશ્મન ખાપરા બીટલ નું નિવારણ માટે જરૂરી પગલાં
સલાહકાર લેખAgrostar
ઘઉંના સંગ્રહ માં સૌથી મોટો દુશ્મન ખાપરા બીટલ નું નિવારણ માટે જરૂરી પગલાં
ઘઉંનો સંગ્રહ કરતી વખતે ખેડુતોએ ખૂબ કાળજી લેવી જરૂરી છે, કેમ કે ઉભા પાક દરમ્યાન જેટલું નુકસાન થવાની સંભાવના રહે છે તેટલું જ જોખમ ભંડારં દરમ્યાન રહે છે. જો ખેડુતો ઘઉંનો સંગ્રહ કરવામાં બેદરકારી દાખવે તો તેમની આખી મહેનત બરબાદ થઈ શકે છે. કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ છે કે ઘઉં સંગ્રહ કરતી વખતે ઘણા જીવાત, ફૂગ અને ભેજ થી જોખમ રહેલું હોઈ છે, તેથી ખેડુતોએ તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ઘઉંના સંગ્રહનો સૌથી મોટો દુશ્મન છે ખાપરા બીટલ : • ઘઉંમાં ખાપરા બીટલ નું સૌથી વધુ જોખમ છે. જેનાથી પાકને ઘણું નુકસાન થાય છે. જો પાકમાં આ બીટલ લાગી જાય તો, અનાજમાંથી પાઉડર નીકળવાનું શરૂ થાય છે, જેથી ઘઉંમાં કાણું બની જાય છે. જેથી અનાજ સંગ્રહિત કરતા પહેલા કેટલીક વિશેષ માવજત કરવી જોઈએ. • પ્રથમ ઘઉંને તડકામાં સારી રીતે સૂકવો. • ધ્યાનમાં રાખો કે ઘઉંમાં 10 ટકાથી વધુ ભેજ ન રહે. • ઘઉંનો સંગ્રહ કરવો તે જગ્યાને પણ સાફ-સફાઈ કરીને ઉપચારિત કરવી જોઇએ. આ માટે, મૈલાથિયાન પાણીમાં ભેળવીને તેનો સારી રીતે સ્પ્રે કરો. • જીવાતો સામે અનાજની સુરક્ષા : • ઘઉંનો સંગ્રહ કરવાની જગ્યા પાક્કી હોવી જોઈએ. • જો વેરહાઉસમાં તિરાડો અથવા કાણાં હોય, તો તેને સિમેન્ટથી બંધ કરી દેવા જોઈએ. • અનાજ રાખવાની જગ્યા જમીનથી ઓછામાં ઓછું 10 થી 12 ઇંચ ઊંચી હોવી જોઈએ. • અનાજ ભર્યા પછી દરવાજા અને બારીઓ બંધ કરવી જોઈએ.
102
0
અન્ય લેખો