AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના ભુસા ના વધ્યા ભાવ !
કૃષિ વાર્તાવ્યાપાર જન્મભૂમિ
ઘઉંના ભુસા ના વધ્યા ભાવ !
👉ઘઉંની મોસમનો અંત નજીક હોવાથી ભાવમાં ક્વિન્ટલે ₹100-200નો ઉછાળો આવ્યો છે. 👉ઘઉંના ભાવ વધવાથી ફલોર મિલોની પડતર ઊંચી જતાં પશુઆહારમાં વપરાતા ઘઉં ભૂસાના ભાવમાં પણ સારો એવો વધારો થયો છે. 👉કોરોનાને લીધે રવા, મેદા અને આટામાં ખપત ઓછી હોવાથી તેની અસર ઘઉં ભૂસાના ભાવ પર પડી છે. ઘઉં ભૂસાના ભાવ હાલમાં ક્વિન્ટલે ₹1500-1700 જેવા છે. જ્યાં સુધી ઘઉંનો નવો પાક આવે નહીં ત્યાં સુધી ઘઉં ભૂસામાં ભાવઘટાડાની શક્યતા ઓછી છે. 👉તુવેરની નવી સિઝન શરૂ થઈ હોવાથી તુવેરની આવક વધી રહી છે. તેની અસરરૂપે તુવેરચુનીના ભાવ ઘટયા છે, પરંતુ નવી તુવેરના પાકમાં ઉતારો ઓછો હોવાથી તુવેર તથા તુવેરદાળના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ધોવાઈ ગઈ છે. તેને લઈને ગયા વર્ષની તુલનામાં આ વર્ષમાં તુવેરચુનીના ભાવ જોઈએ તેવા ઘટયા નથી. આગળ પણ કોઈ મોટો ઘટાડો આવવાની શક્યતા ઓછી વર્તાઈ રહી છે. હાલમાં લાલ તુવેરચુનીના ભાવ ક્વિન્ટલે ₹1550-1600, ગજ્જર તુવેરચુનીના ₹1650-1750 અને સફેદ તુવેરચુનીના ₹1800-2500 જેવા રહ્યા છે. 👉દેશના કેટલાક વિસ્તારમાં ઓછો તો કેટલાક વિસ્તારમાં વધુ કમોસમી વરસાદ થવાથી કપાસના પાકના ઉતારા વિશે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. ગયા વર્ષના મુકાબલે અત્યારે કપાસખોળના ભાવમાં ક્વિન્ટલે ₹300-400 જેટલો તફાવત જોવા મળ્યો છે. કપાસખોળ મિક્સિંગના ભાવ ક્વિન્ટલે ₹1200-1500 તથા સારી કવૉલિટીના કપાસખોળના ભાવ ક્વિન્ટલે ₹2250-2600 જેવા છે. મકાઈચુની અને મકાઈખોળની માગમાં કોઈ મોટી વધઘટ નથી. મકાઈ, મકાઈચુની તથા મકાઈખોળના ભાવ જળવાઈ રહ્યા છે. લાલ મકાઈના ભાવ ક્વિન્ટલે ₹1450-1550, મકાઈચુનીના ₹1700-1800 તથા મકાઈખોળના ₹2200-2400 જેવા રહ્યા છે. સંદર્ભ : વ્યાપાર જન્મભૂમિ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
8