AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના ખરીદદારોની માહિતી માટે સરકારનો પ્રયાસ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘઉંના ખરીદદારોની માહિતી માટે સરકારનો પ્રયાસ
કેન્દ્રીય સરકાર ઘઉંના મુખ્ય વ્યવસાયોને લક્ષ્ય બનાવી રહી છે, આ ઉપરાંત ભારતીય ખાદ્ય નિગમના (એફસીઆઇ) ખરીદદારો ની માહિતી મેળવવા પણ માંગે છે. ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ (ઓએમએસએસ) ના તારણ હેઠળ, એફસીઆઇ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,950 માં ઘઉં વેચે છે. સાથે નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વેપારીઓને પ્રતિ ક્વિન્ટલ માત્ર રૂ. 10-15 જ બચત થાય છે.
ખાદ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ સિઝનમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ 8 લાખ ટન ઘઉંનું વેચાણ થયું છે, તે છતાં પણ ભાવમાં કોઈ અપેક્ષિત ઘટાડો નથી આવ્યો . આ કારણે જ એફસીઆઇને મુખ્ય ખરીદદારોની સૂચીની આવશ્યકતા છે. આ સૂચી દ્વારા તેઓ વેપારીઓ દ્વારા ખરીદેલી અને વેચાયેલી ઘઉંની માહિતી એકત્રિત કરશે. પાકની 2017-18 ની સીઝનમાં ઓએમએસએસ હેઠળ માત્ર 14.21 લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું. સ્રોત-આઉટલુક એગ્રીકલ્ચર, માર્ચ 18, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
18
0